અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે

Gujarat Weather Forecast : દર કલાકે 6 કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 180 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે

અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે

Ambalal Patel Prediction : ગુજરાતની વધુ નજીક આવી પહોંચ્યુ છે તોફાની સંકટ. હવે જખૌથી માત્ર 180 કિલોમીટર દૂર વાવાઝોડું છે. વાવાઝોડાએ પોતાની આગળ વધવાની ગતિ વધારી છે. સવારથી અત્યાર સુધીમાં વાવાઝોડાએ 40 કિમીનું અંતર કાપ્યું છે. હાલ 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. જખૌ બંદર પર વાવાઝોડાનું સૌથી વધુ સંકટ છે. આજે જ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાશે જેને પગલે રાજ્યમા અત્યારસુધી ૯૫ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે. સંભવિત વાવાઝોડા પ્રભાવિત દરિયા કિનારાના જિલ્લાઓમાંથી વહીવટી તંત્રનું મોટું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતર પામેલા નાગરિકોને સરકારી આવાસોની ઈમારતોમા રાખવામા આવ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 

જખૌ નજીક બિપરજોય ત્રાટકશે વાવાઝોડું
વાવાઝોડા લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. આજે 10 થી 12 બેફોર્સ માત્રમાં વાવાઝોડું આવશે, જે અતિ ગંભીરતાનું સૂચક છે. વાવાઝોડાનો ઘેરાવો 450-500 km હોઈ શકે છે. આજે બપોરથી સાંજ સુધીમાં વાવાઝોડુ લેન્ડફોલ થઇ શકે. ચિંતાનજનક બાબત તો એ છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે. વાવાઝોડાને કારણે સાંજે 7 વાગે સુધીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં થશે. જેમાં કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર થશે. કચ્છમાં વાવાઝોડું વધુ તબાહી મચાવે તેવી શક્યતા છે. આ વાવઝોડાની સુપર સાયક્લોનિક અસર ગજબની રહેશે. આજે સવારે ઝાંખડી વરસાદ આવ્યો છે, એટલે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ ભારે વરસાદ રહેશે.

વાવાઝોડું ગુજરાતથી કેટલે દૂર 
7 કલાક બાદ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 210 કિમી દૂર  છે. જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.

રાજકોટમાં 6325 લોકોનું સ્થળાંતર કરાયું 
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના ૧૬૦૦ સહિત જિલ્લાના ૬૩૨૫ લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા બે દિવસમાં ૭૮ વૃક્ષ ધરાશાયી થયા છે. એસટી વિભાગે ૧૮૨ બસ અને રેલ્વે વિભાગે ૩૬ ટ્રેનો રદ્દ કરી છે. તો રાજકોટ એરપોર્ટથી દિલ્હી, મુંબઈ અને સુરત જતી પાંચ ફ્લાઇટ રદ કરાઈ છે. રાજકોટ એરપોર્ટનો માત્ર ઇમરજન્સી કે રેસ્ક્યું માટે ઉપયોગ કરાશે. રાજકોટમાં બે NDRF ટીમ અને બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આવામાં PGVCL ની પોલ ખુલી છે. વાવાઝોડું હજી આવ્યુ નથી ને ૨૧ સબ ડિવિઝનમાં લાઈટ ગુલ થવાની ૧૨૦૦થી વધુ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ મનપામાં વાવાઝોડાને લગતી કોઈપણ ફરિયાદનું 45 મિનિટમાં નિકાલનો આદેશ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news