અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે અને તેની સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠે  અસર થવાની સંભાવના  આગાહી તેમજ ભારે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લાગ્યું છે.  પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિ સમયની સંકેત નિશાનીઓ જેને બંદર સિગ્નલ્સ કહેવામાં આવે છે તે ૧ થી ૧૧ સુધી હોય છે વાવાઝોડા સમયે બંદર ઉપરથી થતી સાયરેન નિશાનીઓના આધારે માછીમારો તેમજ દરિયા કાંઠે રહેતા લોકોને સાવધ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો બંદર પર લાગતા સિગ્નલ વિશે માહિતી....


- બંદર ઉપરના સિગ્નલ અને તેના અર્થઘટન અને નિશાનીઓ જોઈએ તો પ્રથમ નંબરનું સિગ્નલ હોય ત્યારે હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી અને વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે .


- બે નંબરનું સિગ્નલ વાવાઝોડું થયું છે અને સિગ્નલ નંબર એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે. 


- ત્રણ નંબરનું સિગ્નલ એવું બતાવે છે કે સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે . આ સિગ્નલ ઊંધા ત્રિકોણ પ્રકારનું હોય છે. 


- ચાર નંબરનું સિગ્નલ વાવાઝોડા થી બંદર ભયમાં છે પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કોઈ પગલા લેવાની જરૂર પડે. 


- પાંચ નંબરનું સિગ્નલ જેમાં થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદર ઉપર ભારે હવા આવવાનો સંભવ છે. આ સિગ્નલ માં રાત્રે  ત્રણમાંથી નીચેની એક લાલ લાઈટ હોય છે. 


- છ નંબરનું બંદર ઉપર સિગ્નલ લાગે ત્યારે ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફનો કિનારો ઓળખવાનો સંભવ છે. જેથી બંદર ઉપર ભારે આવવાનો અનુભવ છે તેની નિશાનીમાં એક સીધું ત્રિકોણ અને નીચે નાનુ ચોરસ પ્રકારનો શેપ ધરાવતું સિગ્નલ દેખાય છે અને ત્રણ લાઈટમાંથી સૌથી ઉપરની લાઈટ લાલ હોય છે. 


ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું 'બિપરજોય' કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? ખાસ જાણો


ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશકારી 'બિપરજોય' તબાહી મચાવશે, ભૂક્કા બોલાવી દેશે! Photosમાં જુઓ વાવાઝોડાનો રૂટ


- 11 નંબરનું છેલ્લું સિગ્નલ જેમાં રાત્રે એક જ મોટી લાઈટ લાલ અને બે સામસામા ત્રિકોણ હોય છે જેનો અર્થ તાર વ્યવસ્થા બંધ, કોલાબા હવા ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોવાઈ ગયેલ છે કે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે. પોર્ટ વિભાગ, ફિસરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને માછીમારોને બંદર ઉપર લાગેલા સિગ્નલ મુજબ સાવચેત રહેવા અને દરિયાકાંઠાના લોકોને પણ હવામાન વિભાગની આગાહી છે ત્યાં સુધી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube