Cyclone Biporjoy: ક્યાં કેટલો કહેર વરસાવશે `બિપરજોય` વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર થશે?
Cyclone Biporjoy: બિપરજોય ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
Cyclone Biporjoy Update: રાજ્યમાં ચોમાસુ બેસે તે પૂર્વે જ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયુ છે. ડિપ્રેશન આગામી સમયમાં સાયક્લોન બને તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને જોતા પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા બનશે વર્લ્ડ ચેમ્પિયન, WTC ફાઈનલમાં છે ગજબનો સંયોગ
ગુજરાત પાસેથી ચક્રવાત પસાર થવાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે તોફાની સ્થિતિનું જોખમ છે. જો વાવાઝોડું વિખેરાઈ જાય તો તેના અવશેષો કરાચી, પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. 12, 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની તૈયારી કરો. વધુમાં, દરિયાકાંઠે 50થી 100 કિમી સુધીના પવનની ઝડપની અપેક્ષા રાખો.
આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી
ચક્રવાત ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ
બિપરજોય ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં
ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું
12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.
બાલાસોર રેલ દુર્ઘટનામાં CBIએ દાખલ કર્યો કેસ, રેલ અધિકારીઓની કરી પૂછપરછ
હવામન વિભાગની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે અને તંત્ર દ્વારા જરુરી તકેદારી રાખવામાં આવી રહી છે. સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે હાલ તો પોરબંદરના દરિયામાં થોડો કરંટ જોવા મળી રહ્યો છે અને થોડો પવન જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાયા બાદ કઈ દિશામાં આગળ ગતી કરે છે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં અહી જો કોર્પોરેટર જાય તો માર ખાવો પડે તેવી સ્થિતિનું થયું છે નિર્માણ!
હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ પોરબંદર ખાતે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ તોફાનને 'બિપરજોય' નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.
'દોસ્ત દોસ્ત ના રહા': સામાન્ય બોલાચાલીમાં કરપીણ હત્યા, પાઇપ મારી માથું ફોડી નાંખ્યું
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. સવારે 8.30 વાગ્યે લો પ્રેશર વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિમી, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિમી, દક્ષિણ પોરબંદરથી 1,190 કિમી અને પાકિસ્તાનના દક્ષિણ કરાચીથી 1,490 કિમી દૂર હતું.
WTC Final: ભારત બનશે ચેમ્પિયન કે તૂટી જશે સપનું, આ 5 ફેક્ટર ફાઈનલમાં હશે X ફેક્ટર
ગુજરાત પર શું અસર થશે
ગુજરાત પર વાવઝોડાનો ખતરો કેટલો રહેશે તે વિશે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, હાલ તો અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, આગામી 25 કલાકમાં લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.