ક્યાર બાદ હવે `મહા` વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાએ કરી આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન `મહા` વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું સીવીયર સાયકલોન બની રહ્યું છે . 6 થી 7 નવેમ્બર સુધીમાં તે ગુજરાત કિનારે ટકરાઈ શકે છે. વેરાવળ, ગીર સોમનાથ જિલ્લા, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના જીલાઓમાં વ્યાપક અસર દેખાઈ શકે છે. જો કે આ વાવાઝોડું આવનારા દિવસોમાં ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે અને કદાચ તેની તિવ્રતા, દિશા, ગતિમાં ફેરફાર થઈ શકે છે.
મળતી માહિતી મુજબ 6 તારીખે સવારે પવનની ગતિ 60 થી 70 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 7 તારીખે પવનની ગતિ 70 થી 80 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે . 7 તારીખે પણ ગુજરાત ના દક્ષિણ ભાગમાં (સૌરાષ્ટ્ર) માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ દિવસો દરમ્યાન છૂટો છવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. કમોસમી વરસાદ થવાથી ખેડૂતો માથે વધુ નુકસાનીના વાદળોરૂપી સંકટ તોળાઇ રહ્યું છે.
સુરત સહિત દક્ષિણમાં અસર શરૂ...વધુ જાણો
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આ અગાઉ ક્યાર વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. દિવાળીના સમયે આ વાવાઝોડું ત્રાટકતા રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો હતો.