Gujarat Rain: સુરત જિલ્લામાં મોડી રાત્રે કુદરતે એવો કહેર વરસાવ્યો કે ખેડૂતોની મહિનાઓની મહેનત પળવારમાં પાણીમાં વહેતી જોવા મળી. ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કાપણી માટે તૈયાર ઉભેલા ડાંગર, મગ અને તલના પાક પર કુદરતની આ અચાનક આફત તૂટી પડી છે. વાંચો આફતના વરસાદનો આ ખાસ અહેવાલ.
Sudden weather change in Gujarat: Unseasonal rain lashes Dahod, Mahisagar, and Aravalli : ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી દાહોદ, અરવલ્લીમાં ભરઉનાળે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. મેઘરજ અને મોડાસાના ગામડાઓમાં વહેલી સવારે માવઠું જોવા મળ્યું. તો માલપુરમાં પણ આવ્યો વાતાવરણમાં પલટો. આ સાથે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે
Gujarat Rain Forecast: ગુજરાત સહિત દેશના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભરઉનાળે વરસાદની માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ છે. રાજ્યમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ થઈ એક્ટિવ થઈ છે. જેના કારણે આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Forecast By IMD : રાજ્યના માથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ આવ્યું છે. આજથી 12 તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ કારણે આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી બંધાઈ છે. વાવાઝોડા સાથે રાજ્યમાં વરસાદ પડવાની હવામાનની આગાહી છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે કેવી આગાહી કરી તે જાણીએ.
Gujarat Rain: ઉનાળો હજુ પૂરો થયો નથી ત્યાં જ ગુજરાતમાં ચોમાસું આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ચૈત્ર અને અષાઢ જેવા ધમધોકાર વરસાદે ગુજરાતના અનેક જિલ્લાને તરબોળ કરી દીધો છે. આકાશમાંથી જાણે પાણીના પ્રવાહ વહી રહ્યા હોય તેમ રોડ-રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. અનેક જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે અને ખેડૂતો પર આફત તૂટી પડી છે.
Gujarat Rain: ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ કુદરતી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કરવાની સાથે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
Mavtha Ni Agahi : આગ ઝરતો ઉનાળો, આકાશમાંથી ધગધગતો તાપ... ધરતી તપી રહી છે અને લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. ત્યાં કુદરત નવો પ્રહાર સામે આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. માવઠાનો માર ખેડૂતોને ઝીલવો પડી શકે છે. ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ?
Mavthu Agahi : ગુજરાતમાં ભરશિયાળે વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તો માવઠાએ વાહન ચાલકોની પણ મુશ્કેલી વધારી છે. આવામાં આજે માવઠાના સમાચાર પર એક નજર કરીએ.
Ambalal Patel Agahi: ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. જો કે, ત્યારબાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. 4 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અત્યારે પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે, જે રાજ્યમાં વહેલી ગરમીનો સંકેત આપે છે. બીજી તરફ આવતા અઠવાડિયે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી છે.
Ambalal Patel Agahi: દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં ફરી એક પલટો થવાનો છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોમાં ગાઢ ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરી છે. ત્રણ રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી છે, જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ છે. ત્યારે ચાલો જાણીએ શું છે આગાહી?
Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. કાતિલ ઠંડીમાંથી પહેલા તાપમાનમાં વધારો નોંધાયો જે બાદ હવે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પણ પડ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જોઈએ તો હવામાનમાં પલટા બાદ કાતિલ ઠંડીની પણ આગાહી કરી છે.
Ambalal Patel Agahi: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરના ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.
Gandhinagar News: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૧૭.૯૨ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રૂ. ૫,૩૩૦ કરોડથી વધુ સહાય ચૂકવાઈ. અત્યાર સુધીમાં ૨૩.૧૮ લાખ ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. ૬૮૯૦.૯૮ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરાયા. રાજ્યના કુલ ૪.૭૫ લાખ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં રૂ. ૭,૫૩૭ કરોડના મૂલ્યની ૧૦.૪૯ લાખ મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાઈ. ખરીદી સામે આજ દિન સુધીમાં કુલ ૨.૧૮ લાખ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની સહાય ચૂકવણી કરાઈ
Ambalal Patel Agahi: રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે ઠંડીની શરુઆત થઈ રહી છે. શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેશરને કારણે કેટલાક દિવસથી આગળ વધી રહેલા શિયાળાની ઝડપ જાણે ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ પાછલા 24 કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે.
Gujarat Farmers Relief Package:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નુકસાનીનો સર્વે-પંચરોજકામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રર્કિયા સરકારના સંબંધિત વિભાગોએ 24X7 કાર્યરત રહીને એક અઠવાડિયામાં પુરી કરવાના અપનાવેલા સંવેદનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
Relief Package for Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.
Amreli News: ગુજરાતના માથે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઉભા પાકને નુકસાની સર્જાઈ છે. સતત પડી રહેલા વરસાદથી ખેતરમાં જ પાક ધોવાઈ ગયા છે. તો અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કમોસમી વરસાદથી ખેડુતોના નુકસાન મુદ્દે આક્રમક બનવાની વાત કરી. તેમણે સાધુ સંતો અને ઉદ્યોગપતિઓને ખેડૂતોનો અવાજ બનવા હાંકલ કરી. ખેડૂતોના ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ કરી.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Gujarat Farmers : સીએમના આદેશ બાદ મંત્રીઓ અને ધારાસભ્યો ખેતરોમાં પહોંચ્યા, માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વીકાર્યું
Gujarat Farmers : કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર ફેરવ્યું પાણી. ભારે વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન. મગફળીના પાથરા પલળી જતા મોમાં આવેલો કોળિયો છીનવાયો. ખેતરોમાં ઉભો પાક ભારે પવન અને વરસાદમાં ઢળી પડ્યો. કપાસ, મગફળી, ડુંગળી, જુવાર સહિતના પાકોમાં ભારે નુકસાન. સરકાર ખેડૂતોના ખેતર સુધી પહોંચી યોગ્ય સર્વે કરાવી વળતર ચૂકવે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.