‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની મહેનત એળે ગઈ

આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની મહેનત એળે ગઈ

અમદાવાદ :આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં માવઠું પડ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. શિયાળુ પાકમાં વાવેલા મગફળી, ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાને કારણે જગતના તાતની મહેનત એળે ગઈ છે. કમોસમી વરસાદે ખેતરનો તૈયાર પાક બગાડ્યો છે. કમોસમી વરસાદને કારણે કપાસના જીંડવા પણ ખરી પડ્યા છે. 

ક્યાં કેટલો વરસાદ

  • આણંદમાં 4.5 ઈંચ 
  • સુરેન્દ્રનગરના વઢવાણમાં 4 ઈંચ
  • સુરેન્દ્રનગરના લખતર અને સાયલામાં 3 ઈંચ 
  • વાંકાનેર, ટંકારા અને દહેગામમાં 3 ઈંચ 
  • નાંદોદ, બાયડ અને છોટા ઉદેપુરમાં 2.5 ઈંચ
  • અંકેલશ્વર, વાસો અને ધંધુકામાં 2 ઈંચ 
  • છોટાઉદેપુર 2 ઈંચ

દિવાળી વેકેશનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો સમય વધારાયો

ડાંગરના પાકને ભારે નુકશાન
કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકશાન ડાંગરના પાકને થયું છે. ડાંગરના પાકનો સોથ બોલાઈ ગયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ૬૦-૭૦ કરોડનું ડાંગર પકવતા ખેડૂતોને એક રાતના વરસાદને કારણે રોવાનો વારો આવ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ જો વરસાદ હજી વરસશે, તો નુકસાનીનો આંકડો વધવાની શક્યતા છે. સાણંદ તાલુકાના મટોડા સહિત સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે વરસાદ પડવાથી ખેડૂતોએ ડાંગરની કાપણી કરેલાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે પાક બગડી ગયો છે. આમ, રાજ્યભરના ખેડૂતો રાજ્ય સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news