ઝી મીડિયા/બ્યૂરો :બંગાળની ખાડીમાં બની રહેલ દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારો પહોંચી જશે. જેને જવાદ (JAWAD) વાવાઝોડુ નામ આપવામાં આવ્યું છે. થોડા સમય બાદ આ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લેશે. જેની અસર ગુજરાતમાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાદ વાવાઝોડા (Cyclone jawad) ના અસરના ભાગરૂપે માછીમારોને એલર્ટ કરી દેવાયા છે. હાલ તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરી દેવામાં કહેવાયુ છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે મોસમ વિભાગે આજથી ચાર દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત મોસમ વિભાગે પણ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 


આ પણ વાંચો : મોટા ભાઈના લગ્ન થયા અને હું રહી ગયો... લગ્નનો ખાર રાખી ભાઈએ કરી ભાઈની હત્યા


શનિવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં આવશે તોફાન
મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 


ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા 
આ વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે. 


આ પણ વાંચો : ગરીબડી ગાય જેવા છે ગુજરાતના ખેડૂતો, 9 રાજ્યોના ખેડૂતો કરતા પણ ઓછી આવક મળે છે 


બીજી તરફ, કમોસમી માવઠાને લઈને ગુજરાતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.