મોટા ભાઈના લગ્ન થયા અને હું રહી ગયો... લગ્નનો ખાર રાખી ભાઈએ કરી ભાઈની હત્યા

રાજકોટમાં શુભ પ્રસંગે સંબંધોની હત્યા થઈ છે. લગ્નની ખાર રાખીને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા લગ્ન (wedding) નો પ્રસંગ માતમમાં છવાયો હતો. રાજકોટના કુવાવડા રોડ પર આવેલ એક પરિવારમાં લગ્નની ખાર રાખીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા (murder) કરતા ચકચાર મચી ગઈ છે. 

Updated By: Dec 1, 2021, 01:00 PM IST
મોટા ભાઈના લગ્ન થયા અને હું રહી ગયો... લગ્નનો ખાર રાખી ભાઈએ કરી ભાઈની હત્યા
પ્રતિકાત્મક તસ્વીર

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટમાં શુભ પ્રસંગે સંબંધોની હત્યા થઈ છે. લગ્નની ખાર રાખીને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા લગ્ન (wedding) નો પ્રસંગ માતમમાં છવાયો હતો. રાજકોટના કુવાવડા રોડ પર આવેલ એક પરિવારમાં લગ્નની ખાર રાખીને મોટાભાઈએ નાના ભાઈની હત્યા (murder) કરતા ચકચાર મચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કુચીયાદળ વિસ્તારમાં મૂળ આગ્રાનો પરિવાર રહે છે. આ પરિવારના બે દીકરાઓ છે. જેમાં 22 વર્ષીય પવનકુમાર શ્રીનિવાસની ગઈકાલે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામા આવી હતી. આ અંગે રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 22 વર્ષીય યુવકે તેના જ સગા નાનાભાઈએ માથામાં બેટ અને ઈંટ ફટકારીને માર્યો હતો. જેના બાદ તેની હત્યા થઈ હતી. બંને ભાઈઓ સાથે રહેતા હતા. પરંતુ મોટા ભાઈના લગ્ન થઈ ગયા, અને હું રહી ગયો એ વિચારમાં મોટાભાઈએ ઝઘડો કર્યો હતો. જેમાં તેણે મોટા ભાઈની હત્યા કરી હતી.

આ પણ વાંચો : ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતમાં, હવે કોઈ ભૂખ્યુ પાછુ નહિ જાય

તપાસમાં સામે આવ્યું કે, પવનકુમાર અને સાવનકુમાર શ્રીનિવાસ બે ભાઈઓ છે. તેઓ મૂળ યુપીના અગ્રાના વતની છે. પવનકુમાર પરિવારમા ત્રણ દીકરામાં બીજા નંબરે આવે છે. મોતને ભેટનાર સાવનકુમાર ત્રીજા નંબરનો દીકરો હતો. તેમના માતાપિતા આગ્રામાં રહે છે અને પવન તથા સાવન બંને રાજકોટની ફેક્ટરીમાં બે વર્ષથી નોકરી કરે છે અને ફેક્ટરીની ઉપરની ઓરડીમાં રહે છે. ગત રાત્રે બંને ભાઈઓ વચ્ચે લગ્ન બાબતે માથાકૂટ થઈ હતી. પવનકુમાર પરિવારમા નાનો દીકરો હોવા છતા તેના લગ્ન થઈ રહ્યા હતા, જ્યારે કે સાવનકુમાર મોટો હોવા છતાં તેને લગ્ન થયા ન હતા. આ વાતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ બાદ બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. પરંતુ પવનકુમારે મોટાભાઈને શાંત થવા કહ્યુ હતું અને શાંતિથી સૂઈ જવા કહ્યુ હતું. પરંતુ ઉશ્કારાયેલો સાવનકુમાર વધુ ઉગ્ર બન્યો હતો. તેણે આવેગમાં આવીને નાના ભાઈના માથા પર ઈંટ ફટકારી હતી. એટલુ જ નહિ, તેણે બેટથી પણ હુમલો કર્યો હતો. જેથી પવનકુમાર ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ વાતની જાણ ફેક્ટરી માલિકને થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. પવનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાદ પોલીસે મોટાભાઈ સાવનકુમારની ધરપકડ કરી છે અને આગ્રામાં રહેતા પરિવારને આ બાબતની જાણ કરી છે.