Gujarat Weather Forecast : આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે ગુજરાતની માઠી દશા બેઠી છે. બંગાળની ખાડીમાં માઈચોંગ વાવાઝોડું હવે વધુ તીવ્ર બન્યું છે. જેથી ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ વાવાઝોડું 5 ડિસેમ્બર આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ટકરાશે. જેને પગલે 100 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું હાલ ચેન્નાઈથી 230 કિમીના અંતરે સમુદ્રમાં સ્થિર થયું છે. જેની અસર ગુજરાતમાં અત્યારથી જ દેખાઈ રહી છે. તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં મિચૌંગ વાવાઝોડાથી એલર્ટ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલનાડુમાં હાલીન સ્થિતિ
તમિલનાડુના ચેન્નઈમાં સંભવિત મિચૌંગ નામના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક રહેણાંક વિસ્તારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા પાણી છે. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેન્નઈમાં મિચૌંગ વાવાઝોડાને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં અનેક ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. તંત્રએ લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપી છે. તમિલનાડુના કાંચીપુરમમાં વહેલી સવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. તો હાલ હેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલને પગલે તમિલનાડુનું વાતાવરણ ઠંડુગાર બન્યું છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા, આંધ્રમાં વાવાઝોડા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તમામ ભાજપા કાર્યકરોને રાહત કાર્યમાં લાગી જવા સૂચના આપી છે. આપણા માટે દળ કરતાં દેશ મોટો છે. 


ગુજરાતમાં શરૂ થઈ ગઈ માઈચોંગ વાવાઝોડાની અસર, આજે ઘાતક પવનો સાથે વરસાદની આગાહી


ગુજરાતમાં વરસાદની અસર
રવિવારે ભરશિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ સવા ઈંચ કમોસમી વરસાદ પડ્યો. તો આજે પણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. 


અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ગુજરાતીઓને જલદી મળશે નવી ભેટ, USનો છે આ પ્લાન


રવિવારે ક્યાં ક્યાં વરસાદ આવ્યો 


  • બનાસકાંઠા અંબાજી પંથકમાં વાતાવરણમાં આવ્યા પલટો....... વાદળો ઘેરાતા ફરી ખેડૂતોના જીવ તાળવે......વાદળો છવાતા વાતાવરણ ઠંડુ અને રમણીય બન્યું

  • ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ....પાક નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ.....

  • આણંદના ઉમરેઠ પંથકમાં કમોસમી માવઠું. ડાંગર, તમાકુ સહિત શાકભાજીના પાકને નુકસાન..વરસાદ થતાં રસ્તા પર ભરાયા પાણી...રસ્તા પર ભરાતા વાહનચાલકોને હાલાકી....

  • અમરેલી ખાંભા સહીત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ,,, નાનુડી, પીપળવા, ભાણીયા, સહીતના ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ,,, ખેડૂતોની ચિંતામાં થયો વધારો,,, 

  • અરવલ્લીના શામળાજીમાં વરસાદી માવઠું. ઉદેપુર-અમદાવાદ હાઈવે પર પડ્યો ધોધમાર વરસાદ,,, કમોસમી વરસાદ વરસતા ઠંડકમાં પણ થયો વધારો,,, 

  • પાટણ જિલ્લામાં માવઠાએ  ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું.... એરંડા,જીરા સહિતનો પાક નિષ્ફળ થવા પામ્યો....સરકાર નુકસાનીનું વળતર આપે તેવી ખેડૂતોની માગ.... 


આ ફિલ્ડના લોકો ગુજરાતમાં બાયોડેટા તૈયાર રાખજો, 2 લાખ નવી નોકરીઓ આવવાની છે


150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા
ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. શનિવારે રાજ્યના 4 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ હતો. ત્યારે આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.


જગત જમાદાર પણ આ વસ્તુ માટે ગુજરાત પાસે હાથ લંબાવે છે, ઉત્પાદનમાં બન્યુ નંબર 1


ક્યાં ક્યાં વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 


અમેરિકાએ H 1B VISA ની રાહ જોનારા ભારતીયોને આપી મોટી ખુશખબર