Cyclone Michaung : ગુજરાતમાં શરૂ થઈ ગઈ માઈચોંગ વાવાઝોડાની અસર, આજે ઘાતક પવનો સાથે વરસાદની આગાહી
Gujarat Rains : તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં મિચૌંગ વાવાઝોડાનો ખતરો... ચેન્નઈમાં મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત... આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી... મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે માવઠું....
Trending Photos
Gujarat Weather Forecast : બંગાળની ખાડીમાં ઉઠેલું માઈચોંગ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે. જેનો સૌથી મોટો ખતરો ચાર રાજ્યોને છે. તમિલનાડુ, પોંડીચેરી, ઓડિશા અને આધ્રપ્રદેશમાં વાવાઝોડાની મોટી અસર જોવા મળશે. જોકે, આ વાવાઝોડાને ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ આવી પડશે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામા આવે છે. રવિવારે ભરશિયાળે ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ સવા ઈંચ કમોસમી વરસાદ પડ્યો. તો આજે પણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે.
બંગાડની ખાડીમાં સરકર્યુલેશનની સર્જાતા ઠંડીમાં વરસાદ આવ્યો
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ઠંડીની સીઝનમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. હવે ફરી ધરતીપુત્રો માટે માઠા સમાચાર છે. આવતીકાલ સુધી અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.
150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા
ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. શનિવારે રાજ્યના 4 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ હતો. ત્યારે આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે