ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અરબ સાગરની સ્થિતિ જોઈને માછીમારોને પાછા બોલાવી લેવાયા
Cyclone Tej Alert : ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓના રંગમાં ભંગ નહીં પાડે મેઘરાજા... હવામાન વિભાગ આપ્યા રાહતના સમાચાર... રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી...
Cyclone Tej Alert Latest Update : ગુજરાતમાં ચાલી રહેલા નવરાત્રિના મહાપર્વમાં વરસાદનુ વિધ્ન હવે આડે નહિ આવે. કારણ કે, આગામી પાંચ દિવસોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. ખેલૈયાઓને વરસાદનો જે ડર હતો, તે હવે નથી રહ્યો. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતું આ સાથે જ ગુજરાત પર એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું હજી આ વર્ષે જ આવીને ગયું છે. ત્યારે હવે તેજ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં પેદા થયું છે. હવામાન વૈજ્ઞાનિક અરબ સમુદ્રમાં વિકસિત થવાની સંભાવના છે. તેની તીવ્રતા વિશે હજુ ફિલહાલ સ્થિતિ સ્પષ્ટ નથી. દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર અને નજીકવર્તી દરિયા કિનારે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન રચનાત્મક સ્તરની નીચેની દબાણ ક્ષેત્ર બનવાની આશા છે. પરંતુ તેની ગુજરાત પર શું અસર થશે તે હજી સ્પષ્ટ નથી.
હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં વરસાદની નહિવત શકયતા છે. તેમજ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. જોકે સાથે જ અરેબિયન શી માં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ અને દક્ષીણ પશ્ચિમ મધ્યમા લો પ્રેસર સિસ્ટમ બની છે. 24 કલાક બાદ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શક્યતા છે. ડિપ્રેષન બાદ ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરીંગ ચાલુ છે. સાવચેતીના ભાગ રૂપે અરેબિયન સમુદ્રમાં માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે.
ભાઈએ રાખડીની પણ લાજ ના રાખી : સગી બહેનને ધમકી આપીને 20 વર્ષ સુધી પીંખી
વધુ એક વાવાઝોડાનું સંકટ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે, લો પ્રેશર એરિયામાં બોટ અને મરીન નહિ લઈ જવા સૂચના આપી દેવાઈ છે. હાલ રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. વાવાઝોડું ગુજરાતમાં કેટલું અસર કરશે તેને લઈને હાલ કહેવું વહેલું છે. જોકે લો પ્રેસર સિસ્ટમ પર સતત મોનીટરીંગ ચાલુ છે.
નવરાત્રિમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી
નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનાવાની વાતને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી દ્વારા આગામી 5 દિવસ વરસાદની નહિવત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે.એટલે કે ખેલૈયાઓ હવે મન મુકીને ગરબા રમી શકશે.નવરાત્રીમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી.
ચુડેલ, ડાકણની બીકના નામે સ્ત્રીઓની બલી ક્યાં સુધી લેવાશે, અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા!
ચક્રવાત ટૂંક સમયમાં સક્રિય થઈ શકે છે
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા અને મહારાષ્ટ્રમાં હવામાન શુષ્ક રહેશે. તાપમાનમાં વધઘટ જોઇ શકાય છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જો કે હવામાન સ્વચ્છ રહેશે, તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી, થોડી ગરમી અનુભવાઈ શકે છે. 25 ઓક્ટોબર પછી આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો અને તેજ પવન સાથે હવામાનમાં ફેરફાર થશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર ટૂંક સમયમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં ચક્રવાત ટૂંક સમયમાં સક્રિય થઈ શકે છે.
અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલીના આદેશ છૂટ્યા, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ