Gujarat Election 2022: કોંગ્રેસમાં પૈસાના ખેલની કથિત ક્લીપ વાયરલ! પૂર્વ MLA કામીનીબા રાઠોડે કર્યા ગંભીર આક્ષેપ
Gujarat Election 2022: દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ પૈસાથી વેચાય છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દરેક પાર્ટીમાં ટિકિટને લઈને માથાકૂટ ચાલી રહી છે. ત્યારે દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે. ઓડિયોમાં તેમણે કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ વેંચાતી હોવાનો આરોપ લગાવ્યો છે . બીજી બાજુ કામીનીબાને ટિકિટ ન મળે એટલે આવા આરોપ લગાવતા હોવાનો ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ
દહેગામના પૂર્વ MLA કામીનીબા રાઠોડનો ઓડિયો વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. ઓડિયો ક્લીપમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કોંગ્રેસની ટિકિટ પૈસાથી વેચાય છે. આ ક્લીપમાં ભાવિન નામનો શખ્સ ટિકિટ માટે વાતચીત કરી રહ્યો છે. જેમાં તેઓ 70, 50 લાખ જેટલી રકમનો વાતચીતમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. પરંતુ ZEE 24 કલાક આ કથિત ઓડિયો ક્લીપની પુષ્ટી કરતું નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube