શૈલેષ ચૌહાણ/પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાંચ ખેડૂતોના ફુલાવર તૈયાર ધરું સાથે વાવેતર કરેલ પાકની ચોરી તો ક્યાંક ઝેરી દવાથી બળી જતા આર્થિક નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જેને લઈને ખેડૂતો પરેશાન થયા છે. જેને લઈને ખેડૂતોએ પણ હવે પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સોને પકડવાની માંગ કરી છે. વાત છે પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફલાવરના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઇ ફલાવરના ધરૂમાં ચીલની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફલાવરનો ધરૂ બળી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે તસ્કરોના આ કુત્ય ને લઈને હાલતો ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત ચિરાગભાઇ પટેલના ૧૦ વિઘાના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવરના ધરૂ માં તથા અડધો વિગો ફલાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાડી ઉદ્યોગના કારણે આખા પંથકની જમીન ઉત્પાદન વિહોણી થશે? તંત્રનું ભેદી મૌન


અલ્પેશભાઇ પટેલના ખેતરોમાં પણ ચાર વિઘાના તૈયાર થયેલ ફલાવરના ધરૂમાં દવાનો છંટકાવ કરતા અંદાજે ચાલીસ હજાર થી પણ વધારે નુકસાન થયું છે.અને શૈલેષભાઈ પટેલના ત્રણ વિઘાના ધરૂ વડીયામાં પણ ચીલની દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે ત્રીસ હજારથી પણ વધારે નુકસાન થયું છે.અને પાસે આવેલ વિષ્ણુભાઈ પટેલના ખેતરોમાં પણ કરવામાં આવેલ ફલાવરના ચાર વિઘા ધરૂ વાડીયામાં દવા છાંટવામાં આવતા ચાલીસ હજાર થી પણ વધારે નુકસાન થયું છે.હાલતો ચીલની દવાનું ચારેય ખેડૂતોના ધરૂ વાડીયાઓમા છંટકાવ કરવામાં આવતાં તૈયાર થયેલ ચારેય ખેડૂતોનો ફલાવર નો ધરૂ બળી ને મુંઝાઇ જતાં અંદાજીત બે લાખ થી પણ વધારે નુકસાન થયું છે.જેને લઈને સાંપડના ચારેય ખેડૂતોએ આ કુત્ય કરનાર અજાણ્યા ઇસમો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી અજાણ્યા શખ્સોની પકડવાની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.


બનાસકાંઠા: સામાન્ય બાબતે બોલાચાલી અને પતિએ પત્નીને માર્યો કુહાડીનો ઘા


અત્યાર સુધી શહેરના માર્ગો પર અને સોસાયટીઓમાં ચોરી કરતા લોકોને પકડવા સીસીટીવી લગાવવામાં આવે છે પરંતુ હવે તો ખેતરમાં પણ ખેડૂતોએ સીસીટીવી લગાવવાનો સમય આવી ગયો છે.તો ખેતરમાં ઝેરી દવા છંટકાવ કરી ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે તો બીજી તરફ છેલ્લા પાચ વરસથી પંકજભાઈ પટેલ પ્રાંતિજના રેલ્વે ઓવર બ્રીજ નીચે આવેલ સાત વીઘા જમીન છે જેમાં ખેડૂત ફુલાવરનો ધરું વાવતો હતો પરંતુ ચોમાસા બાદ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતા હતા જેને લઈને નુકશાનથી કંટાળેલા ખેડૂતે ધરું ઉછેર બીજી જગ્યાએ કરવાનું શરુ કર્યું હતું ત્યારે હવે તૈયાર ધરું નું વાવેતર કર્યા બાદ પણ તસ્કરોએ આ ખેડૂતનો પીછો ના છોડ્યો અને બે દિવસ પહેલા રાત્રી ના સમયે ખેતી ચોર આવ્યા અને રાત્રીના અંધારામાં વાવેતર કરેલ ફુલાવરના છોડ ઉપાડીને ચાર ક્યારામાં વાવેલ ચોરી કરી ગયેલ જેથી અંદાજે ત્રીસ હજારનું ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું આમ વરસાદમાં નુકશાન બાદ ખેતી ચોરના કારણે નુકશાનથી ખેડૂતોની આર્થીક સંકળામણ વધી છે તો હવે જો ફુલવારનું વાવેતર કરવું હોય તો ધરું લાવવા પડે ત્યારે તેની ખેતી કરી શકાય તેમ છે. આમ સુરક્ષિત રાજ્યમાં હવે ખેડૂતોની ખેતી પણ સુરક્ષિત નથી રહી જેને લઈને લાખોના ખર્ચે વાવેલ ધરુંની ચોરી સાથે નુકશાન પહોચાડવાને લઈને ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube