સુરત: એક વર્ષ સુધી પુત્રી પર જ દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરનાર નરાધમ પિતાને ફાંસી

સુરતમાં એક ચકચારી ઘટના બની હતી. જેમાં પોતાની પુત્રી પર જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
તેજસ મોદી/ સુરત : સુરતમાં એક ચકચારી ઘટના બની હતી. જેમાં પોતાની પુત્રી પર જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પોતાની દિકરી પર સતત એક વર્ષ સુધી બળાત્કાર કરવાનાં અને પોતાનાં પુત્રીની હત્યા કરનારા નરાધમ પિતાનાં કિસ્સાએ ચકચાર મચાવી હતી. જો કે જ્યારે નરાધમ પિતાને એવી ગંધ આવી કે પોતાનો ભાંડો ફુટી જાય તેવી સ્થિતી સર્જાઇ છે ત્યારે સગી પુત્રીને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. સુરતની સ્પે પોક્સો કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. આ ટુકન બુધિયા દાસ નામના આરોપીની કરતુતે સમગ્ર સુરતમાં ચકચાર મચાવી હતી.