અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી આવી મહિલાની લાશ, હત્યાની આશંકા પર પોલીસ તપાસ શરૂ
અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીની પ્લાસ્ટીકની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટના પર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીની પ્લાસ્ટીકની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટના પર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે (Khokhara Police) ઘટના સ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના (Garment Company) ત્રીજા માળે ધાબા પરની પાણીની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી છે. મહિલાનો મૃતદેહ (Dead Body) મળી આવતા ખોખરા પોલીસ ઇન્સપેક્ટર વાય. એસ. ગામિતની સાથે પોલીસ કાફલો (Khokhara Police) ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
આ પણ વાંચો:- AHMEDABAD: ધોરણ 10 બાદ આ કારકિર્દી અપનાવી વિદ્યાર્થીઓ બનાવી શકે છે સારૂ જીવન
ખોખરા પોલીસે ઘટના સ્થળ પર આવીને પાણીની ટાંકી તોડીને કોહવાયેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ જોતા જ સમજી ગઈ હતી કે મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ કરતા માલુમ થયું હતું કે આ મૃતક મહિલા અહીંયા કે આસપાસના વિસ્તારની નથી. ત્યારે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મહિલાની ઓળખ કરવી.
આ પણ વાંચો:- વડોદરાના સાંસદે તંત્રના દાવાની ખોલી પોલ, રંજનબેને ભૂખી કાંસમાં ઉતરી વરવી વાસ્તવિતા બતાવી
પોલીસને મહિલાના હાથ પર એક છૂંદણું મળી આવ્યું છે. જેમાં ત્રણ સ્ટાર અને j લખેલ છે. ત્યારે મહિલાની ઓળખ માટે પોલીસે પ્રયાસ હાથ ધાર્યા છે. મહિલાના હત્યારા સુધી પહોંચવા માટે ખોખરા પોલીસ આસપાસના સીસીટીવી સહિતની વિગતોની તપાસ કરી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે મહિલાની હત્યા કરી સંજોગોમાં અને કોના દ્વારા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube