વડોદરાના સાંસદે તંત્રના દાવાની ખોલી પોલ, રંજનબેને ભૂખી કાંસમાં ઉતરી વરવી વાસ્તવિતા બતાવી

વડોદરામાં પ્રિ-મોન્સુન કામગીરી (Pre-monsoon Operations) હેઠળ શહેરની ત્રણ મુખ્ય વરસાદી કાંસો ભૂખી, મસિયા અને રૂપારેલ કાંસની સફાઈ યોગ્ય રીતે કરી હોવાનો પાલિકા (Vadodara Municipality) તંત્રએ દાવો કર્યો હતો

વડોદરાના સાંસદે તંત્રના દાવાની ખોલી પોલ, રંજનબેને ભૂખી કાંસમાં ઉતરી વરવી વાસ્તવિતા બતાવી

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં પ્રિ-મોન્સુન કામગીરી (Pre-monsoon Operations) હેઠળ શહેરની ત્રણ મુખ્ય વરસાદી કાંસો ભૂખી, મસિયા અને રૂપારેલ કાંસની સફાઈ યોગ્ય રીતે કરી હોવાનો પાલિકા (Vadodara Municipality) તંત્રએ દાવો કર્યો હતો, પણ આ દાવાની પોલ ખુદ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે (MP Ranjanben Bhatt) ખોલી છે. રંજનબેન ભટ્ટે પાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનરને (Municipal Commissioner) સાથે રાખી ગંદકીથી ખદબદ ભૂખી કાંસમાં ઉતાર્યા અને સાફ સફાઈની (cleaning) વરવી વાસ્તવિતા બતાવી છે.

વડોદરામાં (Vadodara) ચોમાસામાં વિશ્વામિત્રી નદીના કારણે પુર આવે છે, જેમાં પૂરના પાણી શહેરમાં બે થી ત્રણ દિવસ સુધી રસ્તાઓ અને સોસાયટીઓમાં ભરાયેલાં રહે છે, કારણ કે પાલિકા (Vadodara Municipality) શહેરની મુખ્ય ત્રણ વરસાદી કાંસોની યોગ્ય સાફ સફાઈ નથી કરાવતી. શહેરના સમા વિસ્તારમાં પણ વરસાદી પાણી રોડ અને સોસાયટીમાં ભરાઈ જાય છે જેથી ચાર દિવસ પહેલા સાંસદ રંજનબેન ભટ્ટે (MP Ranjanben Bhatt) સ્થાનિક કોર્પોરેટર ભાણજી પટેલને સાથે રાખી નિઝામપુરા બસ સ્ટેન્ડની સામેના ભાગે ભૂખી કાંસનો થોડોક સ્લેબ તોડી કાંસ સાફ છે કે નહિ તેની તપાસ કરી હતી.

સાંસદ, કોર્પોરેટર અને અધિકારી ખુદ કાંસમાં ઉતરીને નિરીક્ષણ કર્યું, જેમાં ભૂખી કાંસમાં ખૂબ જ ગંદકી હોવાનું સામે આવ્યું, સાથે જ જુદી જુદી કંપનીઓએ કાંસમાં કેબલો નાખી દીધા હોવાનું પણ સામે આવ્યું, પાણીની લાઈન પણ પસાર થતી જોવા મળી. આ તમામ અવરોધના કારણે પાણીનો નિકાલ થતો ન હોવાનું સામે આવ્યું. જેથી સાંસદ આજે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સાથે રાખી ફરી એકવાર ભૂખી કાંસમાં ઉતર્યા અને બંનેને ભૂખી કાંસની વાસ્તવિકતાથી માહિતગાર કર્યા. સાંસદે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જ કાંસની સફાઈ યોગ્ય રીતે ના થતી હોવાનું કહ્યું.

સાંસદની રજૂઆત બાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને તાબડતોડ કાંસની સફાઈ કરવા માટે આદેશ કર્યો. મહત્વની વાત છે કે જે કામ મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર કે અન્ય અધિકારીઓને કરવું જોઈએ તે કામ ખુદ એક સાંસદને કરવું પડ્યું.

પાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી પાછળ 4 ઝોનમાં 2 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરે છે, અધિકારીઓ સ્થળ પર વિઝિટ કર્યા વગર જ કાંસની સફાઈ યોગ્ય રીતે થઈ હોવાનું માની કોન્ટ્રાકટરોને પેમેન્ટ પણ ચૂકવી દે છે, ત્યારે હવે કાંસની સફાઈમાં પોલંપોલ સામે આવતાં શું અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી કરાશે કે તેમને બચાવી લેવાશે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news