AHMEDABAD: ધોરણ 10 બાદ આ કારકિર્દી અપનાવી વિદ્યાર્થીઓ બનાવી શકે છે સારૂ જીવન

ધોરણ 10માં માસ પ્રમોશન મેળવી ચૂકેલા અથવા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કારકિર્દીને લગતી મહત્વના સમાચાર છે. કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન મળતા અનેક વાલીઓ અને બાળકોની ચિંતા દૂર કરતા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ શું કરી શકાય તેની મહત્વપૂર્ણ જાણકારી એ તમામ વાલીઓ અને બાળકો માટે જેવો મૂંઝવણમાં છે. 

AHMEDABAD: ધોરણ 10 બાદ આ કારકિર્દી અપનાવી વિદ્યાર્થીઓ બનાવી શકે છે સારૂ જીવન

અતુલ તિવારી/અમદાવાદ : ધોરણ 10માં માસ પ્રમોશન મેળવી ચૂકેલા અથવા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કારકિર્દીને લગતી મહત્વના સમાચાર છે. કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન મળતા અનેક વાલીઓ અને બાળકોની ચિંતા દૂર કરતા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ શું કરી શકાય તેની મહત્વપૂર્ણ જાણકારી એ તમામ વાલીઓ અને બાળકો માટે જેવો મૂંઝવણમાં છે. 

ઝી 24 કલાક એ ગુજરાત યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોના નાયબ વડા સાથે વાતચીત કરી હતી. દર્શીની આચાર્ય એ ઝી 24 કલાક સાથે વાતચીતના ધોરણ 10 ના બાળકોની કારકિર્દી ઘડતર માટે કેટલાક વિકલ્પો સુચવ્યા હતા. જો કે બાળકોને કોઈઓન ક્ષેત્રમાં મોકલતા પહેલા બાળકની રુચિ ક્યાં ક્ષેત્રમાં છે તે જાણીને એ દિશામાં બાળકને આગળ વધારવો જોઈએ તેવી પણ તેમણે ટકોર કરી હતી. 

ધોરણ 10 બાદ સાયન્સમાં પ્રવેશ મેળવી મેડિકલ અને એન્જીનીયરીંગમાં કારકિર્દીના ઘડતર સિવાય પણ અનેક વિકલ્પ સૂચવ્યા હતા. કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરી CA, MBA, લો, સાહિત્ય, કલા - જગત સાથે જોડાઈને સારી રોજગારી મેળવી શકાય છે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ટેક્નિકલ ક્ષેત્ર સાથે ધોરણ 10 બાદ જોડાવા માગે તો ડિપ્લોમા એન્જીનીયરીંગ કરી શકાય ત્યારબાદ ડીગ્રી પણ લઈ શકાતી હોય છે. 

આ ઉપરાંત ITI ના કેટલાક કોર્ષમાં જોડાઈ ને વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડી શકે છે. ITI ના કેટલાક કોર્ષ ધોરણ 11 અને 12 ના સમકક્ષ માનવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થી સ્નાતકની ડીગ્રી પણ લઈ શકે છે. ધોરણ 10 બાદ જો કોઈ સરકારી નોકરી મેળવવા માગે તો ડિફેન્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. 

ડિફેન્સમાં જઈ આગળ અભ્યાસ કરતા કરતા પ્રમોશન મેળવવાનો વિકલ્પ રહેલો છે, ડિફેન્સની જોબમાં તમામ પ્રકારની જુદી જુદી જોબ ઉપલબ્ધ છે, જેમાં પેંશન પણ રિટાયરમેન્ટ બાદ મળતું હોય છે. ધોરણ 10 માં નિષ્ફળતા મળે તો ઔદ્યોગિક એકમોમાં એપરેન્ટીસ તરીકે જોબ મેળવી આગળ વધવાનો વિકલ્પ છે. સરકારની કેટલીક સ્વ-રોજગારલક્ષી યોજનાઓ છે, આ યોજનાનો વિકલ્પ રહેલો છે પણ એમાં કોઈ ક્ષેત્રે એક્સપર્ટીઝ હોવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news