Ahmedabad News : અમદાવાદના ધોળકા પાસે બોલેરો કાર અને ડમ્પર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં પાંચ શ્રમજીવીઓના કમકમાટીભર્યા મોત થયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકાની પોલન ચોકડી નજીક આ અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો કાર રસ્તા પર પાર્ક કરાયેલ ડમ્પર સાથે અથડાઈ હતી, જેથી મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાંચ શ્રમજીવી મોતને ભેટ્યા છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના પીટોલના શ્રમજીવીઓ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, એક બોલેરો ગાડી રાણપુર જઈ રહી હતી, ત્યારે અમદાવાદના ઘોળકામાં પોલન ચોકડી પાસે બંધ પડેલા ડમ્પર પાછળ બોલેરો કાર ઘૂસીગ ઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જોકે, અકસ્માત બાદ દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે.


હાલ આ શ્રમજીવીઓ ક્યાં હતા તેની માહિતી મેળવવામાં આવી રહી છે. સાથે જ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 


(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)