ગરબા બંધ કરાવવા પહોંચેલી અમદાવાદ પોલીસ પર જીવલેણ હુમલો, 12 લોકોની કરાઈ ધરપકડ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. ગરબા બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક એએસઆઈને ગંભીર ઈજા પહોંચી હતી.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ ના શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. ગરબા બંધ કરવા ગયેલ પોલીસ ટીમ પર ગરબાના આયોજક અને ગરબા કરનાર મહિલા-પુરુષોએ જીવલેણ હુમલો કરતા પોલીસે 12 લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નીમતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી. તેમ છતાં ચાલીના લોકોએ વહેલી સવાર સુધી ગરબા શરૂ રાખ્યા હતા, જેથી કોઈ સ્થાનિકે પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસેની એક ટીમ સ્થળ પર જઈ ગરબા બંધા કરવા માટે પહોંચી હતી. ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસેને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ કરવાનું શરુ કર્યું હતું. જેમાંથી ટોળું એકઠું થયું અને પોલીસની ટીમ પર ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ હવે રાજ્યમાં શરૂ થશે કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
ત્યારે શાહિબાગ પોલીસે ટોળું વિખેરી હુમલો કરનાર ટોળા પર હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. જેમાં ત્રણ મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે શાહીબાગ પોલીસની ટીમ પર થયેલ હુમલામાં એક ASIને હાથના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થતાx સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
મદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટના બનતા લાગી રહ્યું છે કે અમદાવાદમાં ગુનેગારો અને અસમજીક તત્વો પરથી અમદાવાદ શહેર પોલીસ પકડ છૂટી રહી છે. ત્યારે આ કેસમાં ફારાર આરોપી પોલીસની પકડ માં ક્યારે આવે છે એ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube