સુરતમાં હાર્ટએટેકથી વેવાઈનું થયું મોત, અંતિમયાત્રા માટે વેવાણ આવ્યા અને મૃતદેહ જોઈ ત્યાં જ ઢળી પડ્યા
છેલ્લાં દોઢ મહિનામાં સુરતમાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતભરમાંથી છેલ્લાં બે દિવસમાં ઉપરાઉપરી હાર્ટ અટેકથી અનેક જુવાનજોત છોકરાઓના મોત નિપજ્યાં છે.
ચેતન પટેલ/સુરતઃ આકરી ગરમી વચ્ચે હાર્ટ અટેકના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એમાંય ગુજરાતનું એક એવું શહેર જ્યાં સતત વધી રહી છે હાર્ટ અટેકની ઘટનાઓ. હોસ્પિટલોમાં હાર્ટ અટેકના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આજે ફરી સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પાંડેસરામાં વેવાઈ અને વેવાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સવારે ચા પીધા બાદ વેવાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેમની અંતિમ યાત્રામાં વેવાણને પણ હાર્ટએટેક આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર,જાણો મેહોણાની ચકચારી ઘટના
છેલ્લાં દોઢ મહિનામાં સુરતમાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતભરમાંથી છેલ્લાં બે દિવસમાં ઉપરાઉપરી હાર્ટ અટેકથી અનેક જુવાનજોત છોકરાઓના મોત નિપજ્યાં છે. વેલએન્ટીમાં કામ કરતો હતો યુવક. રાત્રે ખાવાનું ખાઈને યુવક સુઈ ગયો હતો. ત્યારબાદ સવારે છાતીમાં દુખાવો થતાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.
સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર, સરકાર ગુજરાત પોલીસમાં ભરશે 7 હજાર યુવાનો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક જ ઘરમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા સમગ્ર ઘટના ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. પાંડેસરામાં વેવાઈએ ચા પીધા બાદ તેઓ ફરવા ગયા અને ફરીને પરત ઘરે આવ્યા બાદ અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. થોડા સમય બાદ વેવાઈની બોડીને ઘરે લાવ્યા બાદ તેમનાં વેવાણ જોવા માટે આવ્યા હતા.
ઓલપાડમાં રાત્રે એવું શું બન્યું કે સમગ્ર ટાઉન પોલીસ છાવણીમાં ફેરવાયું, વાતાવરણ તંગ
પરંતુ કોણે વિચાર્યું હશે કે વેવાઈની બોડી જોઈને વેવાણના પણ ધબકારા બંધ થઈ જશે. 50 વર્ષીય વેવાણ વેવાઈની બોડી જોઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેઓને પરિવારજનો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે તેઓને પણ મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક જ પરિવારમાં એક દિવસે બે વ્યક્તિઓનાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
જ્યાં PM, CM, મંત્રી-સંત્રીઓ રોકાય છે, ત્યાં કેમ નથી CCTV? કોઈ ઘટના બને તો જવાબદારી
જાણો કેમ આવે છે હાર્ટ અટેક?
Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર. તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.
ગુજરાતમાં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ હજી અધૂરો, 5 વર્ષ પછી પણ જાહેરાત માત્ર કાગળ પર!
પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણો
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.
- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).
હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.
મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો-
વર્ષ 2003 માં સર્ક્યુલેશન નામના એક જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ, જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે મોટાભાગે છાતીમાં દુખાવો (Chest Pain) થવાના લક્ષણો નથી. તેના બદલે, સ્ત્રીઓમાં અતિશય અને અસામાન્ય થાક (Fatigue), ઉંઘની સમસ્યાઓ અને અસ્વસ્થતા (Anxiety) છે. અભ્યાસમાં સમાવિષ્ટ 80 ટકા મહિલાઓએ હાર્ટ એટેકના 1 મહિના પહેલાં ઓછામાં ઓછું એક લક્ષણ અનુભવ્યું હતું. સ્ત્રીઓમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે.
વલસાડનું કડિયા નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું! કોન્ટ્રાક્ટર- શ્રમિકો વચ્ચે કેમ છેડાયો
- ખુબ જ અસામાન્ય થાક અનુભવો, જે ઘણા દિવસોથી અનુભવાતો હોય તો કોઇ કારણ વગર અચાનક થાક અનુભવ થવા લાગે..
- ઉંઘ સાથેની સમસ્યા
- માથું ભારે થવું, ચક્કર આવવા, માથામાં દુખાવો
- ચિંતા થવી
- અપચો, કબજિયાત અથવા પેટમાં દુખાવો
- પીઠના ઉપરના ભાગમાં, ખભામાં અને ગળામાં અથવા કંઠમાં દુખાવો
- જડબામાં તીવ્ર પીડા
- છાતીની મધ્યમાં તીવ્ર પીડા અથવા પ્રેશર અનુભવ થવો જે હાથ સુધી ફેલાય છે.
દુર્ભાગ્યવશ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાર્ટ એટેક આવતા તેનાથી બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે. કેમ કે, તેના લક્ષણો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ગંભીરતાથી લેતી નથી અને સમયસર સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે.
ઓ તારી! સુરતમાં 115 લોનધારકોએ અજીબોગરીબ રીતે છેતરીને બેંકને ચોપડ્યો 31 કરોડનો ચુનો