ચેતન પટેલ/સુરતઃ ગુજરાતની 210 એપીએમસીમાંથી વિદેશોમાં કેરીના પલ્પ એક્સપોર્ટ કરનાર એકમાત્ર સુરત એપીએમસીના પલ્પ બનાવાના અત્યાધુનિક સુવિધાથી સજજ એગ્રોફૂડ પાર્કના યુનિટોને પણ હાલ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચાલુ વર્ષે વિદેશમાંથી ડિમાન્ડ ન હોવાથી તેમજ સારી ક્વોલિટીનો કેરીનો માલ પણ ન હોવાને કારણે આ યુનિટ બંધ રાખવાની પરિસ્થિતિ સર્જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષ સુધી દર વર્ષે લગભગ ૨ લાખ ટન કેરીનો માલ ઉતરતો હતો. જ્યારે ચાલુ વર્ષે હવામાનમાં પલટાને કારણે ૧ લાખ ટન જેટલો માલ પણ ઉતર્યો નથી. ઉલ્ટાનું માત્ર ૬૦ -૭૦ હજાર ટન કેરીનો માલ જ તૈયાર થયો છે. જેથી ચાલુ વર્ષે કેરીનો જથ્થો અને ક્વોલિટી બન્ને ન હોવાને કારણે યુનિટો બંધ જ છે એટલે કે તેમને શરૂ જ નથી કરાયા. વળી આ કેરી પલ્પ બનાવા માટે જોઈએ એટલી પરિપક્વ પણ ન હતી અને જે ક્વોલિટીની જોઈએ એ ક્વોલિટી પણ કેળવી શકી ન હતી. જેથી આધુનિક સુવિધાઓ થી સજ્જ પ્રતિદિન 80 ટન પલ્પ નીકળી શકે તેટલી ક્ષમતા ધરાવતા પ્લાન્ટ એપીએમસીમાં સ્થપાયેલો છે જે હાલ બંધ છે. 


નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, લોકડાઉન વધારવાની વાત માત્ર અફવા છે


ભૂતકાળમાં લગભગ ૮૦૦ ટન કેરીનો પલ્પ બનાવામાં આવ્યો છે જેમાંથી ૫૦% માલ રશિયા, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો જ્યારે બાકીનો ૫૦% માલ લોકલ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યો હતો. પલ્પ બનાવી એક્સપોર્ટ કરવાની શરૂઆત જૂન ૨૦૧૭માં કરવામાં આવી હતી અને પ્રથમ કનસાઈનમેન્ટ અમેરિકા ખાતે મોકલવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે હજારો ટીન ભરીને વિદેશોમાં મોકલવામાં આવે છે જો કે આ પલ્પને લઈને હજી સુધી વિદેશમાંથી કોઈ ફરી યાદ આવી નથી. સુરત એપીએમસી ચેરમેન રમણ જાનીએ કહ્યું કે, આ વર્ષે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયેલું છે ત્યારે વિદેશમાંથી એક પણ જગ્યાએથી આ પલ્પની ડિમાન્ડ આવી નથી. મારા મતે ચાલુ વર્ષે માંડ ૬૦ -૭૦ હજાર ટન કેરીનો માલ જ તૈયાર થયો છે. વળી એ પલ્પને માટે યોગ્ય ક્વોલિટી ન હતી. જેથી યુનિટને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. 


કેરીના પલ્પને લઈને અમેરિકા, રશિયા અને કેનેડા જેવા દેશો સાથે આ વર્ષે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જો કે અન્ય પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર