નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, લોકડાઉન વધારવાની વાત માત્ર અફવા છે

કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા અંગેની બાબતે પણ જોર પકડ્યું છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી

નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, લોકડાઉન વધારવાની વાત માત્ર અફવા છે

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા અંગેની બાબતે પણ જોર પકડ્યું છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર લોકડાઉન (lockdown) લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરોને પણ છૂટછાટ આપી છે. સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે.

ગુજરાતમાં ટેસ્ટીંગ મુદ્દે ઉઠેલા વિવાદ અંગે નીતિન પટેલે મીડિયાને જવાબ આપ્યો કે, કોરોનાની વિવિધ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ મહામારીએ તેવા સમયે નાગરિકોને ઉપયોગી થવા માટે ત્યારે સ્વભાવિક છે પ્રશ્નો અને જરૂરિયાતો ઉભી થતી જાય તે પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. 10 ડૉક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી. ગુજરાત કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે અને વધુ સારું સારવાર આપવા માટે માર્ગદર્શન મેળવવામાં આવી રહી છે. નાગરિકોને કોઈને શંકાસ્પદ લાગે કોરોનાના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. એટલા માટે કોરોનાના કેસ ટેસ્ટીગની સારી રીતે વધારવી જોઈએ. લોકોની માગણી હતી આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે. અમદાવાદના એમ.ડી ડોક્ટરો કે તેના ઉપરના ડોક્ટરો 1400 જેટલા ડોક્ટરો કે જેવો ખાનગી પ્રેક્ટિસ કરે છે. આવા ડોક્ટરોની ભલામણ કરવામાં આવશે તો આવા ડોક્ટરોની કોરોના ટેસ્ટિંગ કરી શકાશે. અમદાવાદના એમ.ડી જે કોઈપણ નાગરિક પોતાની શારીરિક ચકાસણી માટે કોરોના છે કેમ કે બીજા કોઈ લક્ષણો છે કેમ જશે એ ડોક્ટરોને એમ લાગશે પાડો ને એમ લાગશે કે તે જ કરાવવો જરૂરી છે તેવા વ્યક્તિને ડોક્ટરની ભલામણને આધારે બીજી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી શકાશે. જો આમ આ કેસ કર્યા પછી પોઝિટિવ કેસ આવશે તો સરકાર તરફથી જે હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલ સરકારી કે બેડ  મેળવ્યા છે તેને સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદના એમડી ડોક્ટર ને એમ લાગે કે કોઈ વ્યક્તિને કેસ કરાવો છો તેને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી શકશે. જોકે સરકારને તેની જાણ કરવી પડશે. આવતીકાલથી તેનો અમલ કરવામાં આવશે. 

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સતત વધી રહ્યો છે. મૃત્યુનું પ્રમાણ નિયંત્રિત કરવા માટે સરકારની નીતિ અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન આપતા કહ્યું કે, જે મૃત્યુ થઈ રહ્યા છે કે અન્ય રોગોને કારણે પણ થઈ રહ્યા છે. માત્ર કોરોના કારણે મૃત્યુ આ રીતે વધી રહ્યા નથી. બીમાર વ્યક્તિઓ વધુ ઝડપથી સંક્રમિત થઈ શકે છે. દરેક મૃત્યુનું ઓડિટ કરવામાં આવે છે. આમ કોરોના દર્દીની વાતમાં મૃત્યુમાં અન્ય રોગો પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

કોરોનાના દર્દીઓ માટે ઈન્જેક્શનના ઉપયોગ અંગે ઉભા થયેલા વિવાદ અંગે તેઓએ કહ્યું કે, આખી દુનિયામાં એક જ કંપની ઇન્જેક્શન બનાવે છે. ભારતમાં પણ મર્યાદિત સંખ્યામાં ઈન્જેક્શન પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રીએ અને બધાએ પ્રયત્ન કર્યો છે અને સીધા કંપની સાથે સંપર્ક કર્યો છે અને કંપની પાસેથી ડાયરેક્ટ ઇન્જેક્શન મેળવવામાં આવે છે. કોરોનાના દરેક દર્દીઓને આ ઇન્જેક્શન આપવાની જરૂર નથી પડતી. પણ ડોક્ટરની સલાહ પ્રમાણે ઇન્જેક્શનથી કોરોનાના દર્દી સાજો થઈ શકે એવો હોય તેવા દર્દીને આપવા જોઈએ. વેન્ટિલેટર ઉપરથી પણ દર્દીની તબિયત સુધરતી ન હોય ત્યારે આ પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવે છે. ૩૫થી ૪૦ હજારની કિંમતમાં મળતું આ ઇંજેક્શન રાજ્ય સરકાર દર્દીઓને વિનામૂલ્યે આપે છે. પણ જે જરૂરિયાતવાળું દર્દી હોય તેને જ આપવામાં આવે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news