પ્રેમલ ત્રિવેદી/ પાટણ: થોડા દિવસ પહેલા પાટણના વારાહીમાં મહિલાઓનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો તેમને ધમકી આપતા હોવાની વાત કરવામાં આવી હતી.  ત્યારે હવે ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ આ મામલે વારાહી ગામની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્તોને મળ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા એક વિવાદિત ભાષણ આપવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસરગ્રસ્તોની સાથે વાતચીત કરતાં તેઓએ મહિલાઓને ધમકીઓ આપનારોને પડકાર્યા હતા. સાથે જ ગર્ભીત શબ્દોમાં વળતી ધમકી પણ આપી દીધી. શશિકાંત પંડ્યાએ ચેતવણી આપતા કહ્યું કે, અમને છંછેડશો નહીં. નહીં તો તેના ગંભીર પરિણામો તમારે ભોગવવા પડશે. આ અંગેનો વિડિયો હાલ વાયરલ થયો છે.


ડિસાના ધારાસભ્ય દ્વારા આ પ્રકારનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. મોટી સંખ્યમાં લોકો દ્વારા ભાજપના ધારાસભ્યની ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે શશિકાંત પંડ્યા આ વીડિયોમાં કહી રહ્યા છે. કે, અમને છંછેડશો તો ગંભીર પરિણામ ભોગવું પડશે. પ્રજા દ્વારા ચૂંટાયેલા ધરાભ્ય જ હવે પ્રજાને ધમકી આપી રહ્યા છે. અમને છંછેડશો તો ગંભીર પરિણામ આવશે.


વધુમાં વાંચો...ગોંડલ: મગફળીના ગોડાઉનમાં આગ લાગતા 1000 ટન મગફળી બળીને ખાખ


એક ધારાસભ્યનો આ પ્રકારનો વીડિયો વાયરલ થતા અત્યાર સુધીમાં ભાજપ પક્ષ દ્વારા શશિકાંત પંડ્યા પર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપના નેતાઓ ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે. તેમ છતા ભાજપ સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રજા પર આ એક પ્રકારનો અત્યાચાર પણ ગણાવી શકાય છે.