તેજશ મોદી/સુરત :રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.


ક્યારેય વિચાર્યું છે કે શા માટે નલિયા જ શિયાળામાં સૌથી વધુ ટાઢુંબોળ હોય છે, આ રહ્યું મોટું કારણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષ પહેલા પીએમ મોદીએ ટેન્ક સેનાને અર્પણ કરી હતી
બરાબર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર K9 વજ્ર ટી ગનને સેનાને અર્પણ કરી હતી. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. K9 વજ્ર ટેંક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફ લીલી ઝંડી મળતા તેનું ટેંકનું ઉત્પાદન અને તેમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા.


જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ


કે9ને જોયા પછી મજબૂત ટેન્ક નહિ, પરંતુ મજબૂત ભારત જોવા મળ્યું
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખાનગી ક્ષેત્ર દ્વાર સંરક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી મહત્વની છે. મોદી સરકારે ગંભીરતાથી રક્ષા ક્ષેત્રમાં વિચાર્યું છે. ભારત રક્ષા ક્ષેત્રમાં હબ બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. 26 બિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે. રક્ષા લાયસન્સમાં સરળતા લાવી છે અને હજુ સરળતા લાવવામાં આવશે. બે ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવ્યા છે. 2019, 2020, 2024માં રક્ષા ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટનો વધારો કરાયો છે. ફાઈટર પ્લેન, સહિતની વસ્તુ ભારતમાં બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. રોકેટ લૉન્ચર, બોટ, ટેન્ક વગેરે ક્ષેત્રમાં એલએન્ડટી કામ કરવા ઈચ્છી રહ્યું છે. કે9ને મેં નજીકથી જોયા પછી મને મજબૂત ટેન્ક નહિ, પરંતુ મજબૂત ભારત જોવા મળ્યું છે, જેનો આનંદ અને ગર્વ છે. 80 ટકા વસ્તુઓ ભારતમાં બનેલી ઉપયોગમાં લેવાઈ રહી છે. અમે એ તમામ પ્રયાસ કરીશું, જેથી તમામ અડચણો દૂર થાય. એક તરફ તાપી અને બીજી બાજુ સાગરના આશીર્વાદ તમને મળત રહે. 


ક્યાંથી ક્યાં પહોંચી ગઈ કંગના, મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં બનાવ્યું આલિશાન પ્રોડક્શન હાઉસ, જુઓ PHOTOS


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક