ક્યાંથી ક્યાં પહોંચી ગઈ કંગના, મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં બનાવ્યું આલિશાન પ્રોડક્શન હાઉસ, જુઓ PHOTOS

ગેંગસ્ટર ફિલ્મથી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકનારી કંગના રનૌત (Kangana Ranaut) સફળતા મેળવીને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. આજે તેની પાસે શાનદાર બંગલો, ગાડી, રૂપિયા બધુ જ છે. તે જ્યારે હિમાચલ પ્રદેશથી મુંબઈ આવી હતી, ત્યારે તેણે વિચાર્યું પણ ન હતું કે, તે આટલું બધુ મેળવી શકશે. કંગનાના જીવનમાં હવે વધુ એક સફળતા અને ખુશી આવી ગઈ છે. મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર પાલી હિલના પ્રીમિયર લોકેશન પર કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે આ શાનદાર પ્રોડક્શન હાઉસની તસવીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે, 10 વર્ષ પહેલા અમે જે સપનુ જોયું હતું, તે આજે પૂરુ થયું છે.

Jan 16, 2020, 10:01 AM IST

નવી દિલ્હી :ગેંગસ્ટર ફિલ્મથી ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકનારી કંગના રનૌત (Kangana Ranaut) સફળતા મેળવીને ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. આજે તેની પાસે શાનદાર બંગલો, ગાડી, રૂપિયા બધુ જ છે. તે જ્યારે હિમાચલ પ્રદેશથી મુંબઈ આવી હતી, ત્યારે તેણે વિચાર્યું પણ ન હતું કે, તે આટલું બધુ મેળવી શકશે. કંગનાના જીવનમાં હવે વધુ એક સફળતા અને ખુશી આવી ગઈ છે. મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર પાલી હિલના પ્રીમિયર લોકેશન પર કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. કંગનાની બહેન રંગોલી ચંદેલે આ શાનદાર પ્રોડક્શન હાઉસની તસવીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે, 10 વર્ષ પહેલા અમે જે સપનુ જોયું હતું, તે આજે પૂરુ થયું છે. જો ઈમાનદારી અને સત્યતાથી કંઈ પણ મળી શકે છે કે, તો લોકો નાની-મોટી બેઈમાની શું કામ કરે છે.
 

1/9

કંગના રનૌત પોતાના ઘરમાં ભજિયા બનાવતા સમયે સ્માઈલ કરી રહી છે.

2/9

કંગના રનૌતે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર પાલી હિલમાં સુંદર પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. આ સ્થળ બહારથી એકદમ લીલોતરીભર્યું છે.

3/9

કંગનાએ આ પહેલા મનાલીમાં પણ એક ઘર ખરીદ્યું હતું. આ ઘર પહાડોની વચ્ચે સુંદર લોકેશન પર છે.

4/9

કંગના બિઝી શિડ્યુલમાં પણ પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવે છે. તેની પરિવાર સાથેની અનેક તસવીરો આવતી રહે છે.

5/9

મનાલીમાં પહાડોની વચ્ચે આવેલું કંગનાનું ઘર કંઈક આવું દેખાય છે. 

6/9

કંગનાની બહેન રંગોલી હંમેશા તેની સાથે જ જોવા મળે છે. તે કંગનાને દરેક બાબતમાં સપોર્ટ કરે છે.

7/9

કંગનાએ જ્યારે આ ઘર બનાવ્યું હતું, ત્યારે જાતે તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. તેણે બિલ્ડરને સમજાવ્યું હતું કે, તેના સપનાનું ઘર કેવું છે. આ એ સમયની તસવીર છે.

8/9

પાલી હિલવાળા પ્રોડક્શન હાઉસમાં કંગના પોતાના ભાઈ અક્ષત સાથે પૂજા કરી રહી છે. અક્ષત પણ આ પ્રોડક્શન હાઉસને ચલાવવામાં કંગનાની મદદ કરશે.

9/9

કંગનાના મનાલીવાળા ઘરના બહારથી તસવીર, જ્યાં કંગના પોતાની લક્ઝુરિયસ કાર સાથે ઉભી છે. (ફોટો સાભાર - ઈન્સ્ટાગ્રામ)