કે9 વજ્ર ટેન્ક

Defense Minister Rajnath Singh Flagged Off K9 Vajra Tank In Surat PT7M56S

સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે K9 વજ્ર ટેન્કનું કર્યું ફ્લેગ ઓફ

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.

Jan 16, 2020, 05:20 PM IST
Defense Minister Rajnath Singh To Flag Off K9 Vajra Tank Today In Surat PT4M16S

આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરશે

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. જ્યાં ત્યાં કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે. 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે.

Jan 16, 2020, 04:15 PM IST

સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.

Jan 16, 2020, 02:33 PM IST

Watch Video : સૈનિકની જેમ PM મોદીએ જાતે K-9 વજ્ર ટેન્કની સવારી કરી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક રાષ્ટ્ર તથા સૈન્યને અર્પણ કરી હતી. આ ટેન્કથી ભારતીય સેના શક્તિશાળી અને મજબૂત બનશે. સેનાને આજે એવું શક્તિશાળી અને દુશ્મનોનો ક્ષણભરમાં ખાત્મો બોલાવે તેવું હથિયાર મળ્યું છે, જેની તેઓ વર્ષોથી માંગ કરી રહ્યા હતા. ત્યારે સુરતમાં તેના ઉદઘાટન બાદ તેમણે ખુદ આ 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ની સવારી કરી હતી. એક સૈનિકની જેમ ટેન્કની અંદર જઈને તેઓએ ટેન્કને અંદરથી નિહાળી હતી અને બાદમાં ખુદ તેની રાઈડ કરી હતી. 

Jan 19, 2019, 02:04 PM IST

મમતાની મહારેલી પર PMનો સીધો વાર, ‘ગમે તેટલા ગઠબંધન કરે, પણ તેમના કુકર્મોથી તેઓ નહિ બચે’

 સુરતમાં શક્તિશાળી એવી અને દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ પીએમ મોદી સેલવાસ પહોંચ્યા છે. અહીં તેઓ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાત મુહૂર્ત કર્યા બાદ ત્યાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જશે. તેઓ 200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. 

Jan 19, 2019, 12:18 PM IST

સેનાની તાકાત થશે મજબૂત, દુશ્મનોનો ખાત્મો કરે તેવી K-9 વજ્ર ટેન્કની PMએ આપી ભેટ

પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસનાં ત્રીજા દિવસે આજે સુરતમાં પહોંચ્યા હતા. તેમણે દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરી હતી. સુરતનાં હજીરામાં K-9 વજ્ર ટેન્ક તૈયાર કરાઇ છે. જે માત્ર 15 સેકન્ડમાં જ ત્રણ ફાયરથી દુશ્મનને ધ્વસ્ત કરી શકશે. આ 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ને તેઓએ સેનાને અર્પણ કરી

Jan 19, 2019, 11:17 AM IST

સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો

દેશની સુરક્ષા માટે તૈયાર થયેલી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીટઝર K9 વજ્ર ટી ગનને આગામી 19મી જાન્યુઆરી રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનાને અર્પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોની ગન ફેક્ટરીમાં K9 વજ્ર ટેંક બનાવામાં આવી છે. 

Jan 17, 2019, 01:00 PM IST

હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'

19 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે કરાશે સેનાને અર્પણ, સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ટ ટુબ્રોની ગન ફેક્ટરીમાં કરાયું છે નિર્માણ, રાજસ્થાનમાં થઈ ચૂક્યું છે પરીક્ષણ, સેલ્ફ પ્રોપેલ્ડ હોવીત્ઝર K9 વજ્ર ટી ગન 40 કિમી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે અને તેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે 

Jan 16, 2019, 06:13 PM IST