National Congress Action : ગુજરાતમાં ચૂંટણી બાદ કોંગ્રેસના અસ્તિત્લ સામે સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં મજબૂત વિપક્ષ ગણાતી કોગ્રેસને ભાજપ સરકારે આ વર્ષે વિરોધપક્ષના નેતાનું પદ પણ આપ્યું નથી. કોંગ્રેસે ભલે અમિત ચાવડાને અનેક વિવાદોને અંતે વિરોધપક્ષના નેતા જાહેર કર્યા પણ ભાજપ આ પદ આપવાના મૂડમાં ન હોવાનું સ્પષ્ટ કરી દીધું છે અને વિધાનસભા અધ્યક્ષે પણ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. આમ 19 કરતાં ઓછી બેઠકો કોંગ્રેસને ભારે પડી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની અંદરો અંદરની ટાંટિયા ખેંચને પગલે કોંગ્રેસ સતત તૂટતી જાય છે. ગુજરાતમાં સારા કહેવાતા ઘણા નેતાઓએ ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. એક સમયે 77 બેઠકો જીતીને ભાજપના નાકમાં દમ લાવી દેનાર કોંગ્રેસ ઘર સાચવી શકી નથી. આજે વિધાનસભામાં કેટલાક નેતાઓ આ બાબતે વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે, પણ જ્યાં સુધી કોંગ્રેસમાં જડમૂળથી ફેરફારો નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં ફરી ગુજરાતીઓનો ભરોસો જીતવો એ અઘરો છે. કારણ કે હાલમાં સંતાકૂકડીની રમત ચાલતી હોય તેમ પદ પર એક બાદ એક નેતાઓ બદલાઈ રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડ આ સારી રીતે જાણે છે પણ એમની પાસે પણ કોઈ વિકલ્પ નથી. એટલે જ ગુજરાતની ચૂંટણીમાં હાઈકમાન સતત નિષ્ક્રીય રહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમિટી હવે ગુજરાતનો રિપોર્ટ સોંપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગહેલોત સહિતના નેતાઓના ધામા છતાં કોંગ્રેસ કંઈ ઉકાળી શકી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની અત્યંત કારમી હારના સાચાં કારણો શોધવા હાઈકમાન્ડે ત્રણ સભ્યોની કમિટી ગુજરાત મોકલી હતી, મોડે મોડે આ કમિટીએ ગુજરાતના ચારેય ઝોનના આગેવાનો-કાર્યકરો સાથે મસલતનો દોર શરૂ કર્યો હતો, જે હવે પૂરો કર્યો છે. આ કમિટી દિલ્હીમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે, એ સાથે જ મરણ પથારીએ પડેલી કોંગ્રેસને બેઠી કરવા માટે શું કરવું તેની ભલામણ આ કમિટી સૂચવવાની છે. 


આ પણ વાંચો : 


રૂપાણી સાથે જન્મોજનમનું વેર : વીણી વીણીને તેમના ‘ખાસ’ લોકોને રવાના કરાયા


રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસથી નારાજ
સૂત્રો કહે છે કે, કોંગ્રેસને બેઠી કરવા માટે આગામી દિવસોમાં સંગઠન માળખામાં અને તેની કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફારો થવાના છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવી હોય તો રાહુલ ગાંધીએ આ મામલો હાથમાં લેવાની જરૂર છે. પણ રાહુલ ગુજરાત કોંગ્રેસથી નારાજ હોવાથી આ મામલે રસ દાખવી રહ્યાં નથી. તેઓ માને છે કે ગુજરાતમાં ભાજપને મજબૂત કરવામાં ગુજરાત કોંગ્રેસની નિષ્ફળતાનો સીધો હાથ છે. ભાજપ ગુજરાતમાં પ્રયોગો કરીને દેશભરમાં અમલ કરે છે. આમ છતાં કોંગ્રેસના નેતાઓ ચૂપકીદી સાધીને બેસી રહે છે. 


હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસ પર ભરોસો નથી
કોંગ્રેસ હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસ ઉપર ભરોસો નથી એટલે જ પોતે રચેલી કમિટી ગુજરાત મોકલી હતી. આ કમિટી સમક્ષ કોંગ્રેસમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સહિતના આગેવાનોના ચિઠ્ઠા ખૂલ્યા છે. રાહુલ ગાંધીને સલાહ આપનારા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા વિરુદ્ધ પણ પુરાવા સાથે રજૂઆતો થઈ છે. જોકે હજુ સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ નથી. માત્ર નાના હોદ્દેદારો સામે કડકાઈ બતાવાઈને પ્રદેશ કોંગ્રેસની શિસ્ત સમિતિએ સંતોષ માન્યો છે. જોકે, એ બાબત સારી છે કે ભાજપે આ મામલે ચૂપકીદી સાધી લીધી હતી પણ કોંગ્રેસે એક્શન મોડમાં આવી ઘણા નેતાઓને રવાના કરી દીધા છે પણ કોંગ્રેસે કાર્યકરો નહીં પણ ઘણા નેતાઓને રવાના કરી દેવાની જરૂર હોવાની ગુજરાતમાં ચર્ચા છે.


આ પણ વાંચો : 


અંબાલાલ કાકા અને હવામાન વિભાગ કરતા પણ ખતરનાક જ્યોતિષની આગાહી, માર્ચ મહિનો ભારે પડશે