ઉદય રંજન, અમદાવાદઃ આજના સમયમાં ઘરે કે ઓફિસમાં બેસીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આજના સમયમાં દરેક રેસ્ટોરન્ટ ઓનલાઇન ફૂડ ડિલિવર કરવાની સુવિધા આપે છે. ડિલિવરી બોય આ ઓર્ડરને ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે. પરંતુ શું દરેક ડિલિવરી બોય ગ્રાહકો સુધી ખુબ સારી રીતે આ ઓર્ડર પહોંચાડે છે. ઘણીવખત ડિલિવરી બોયના વિવાદો સામે આવી ચુક્યા છે. હવે ડિલિવરિ બોયની એક શરમજનક હરકત અમદાવાદમાં સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઝા કંપનીના ડિલિવરી બોયની કરતૂત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયે શરમનજક હરકત કરી છે. ઓનલાઇન પીઝાનો ઓર્ડર મળ્યા બાદ આ ડિલિવરી બોય પીઝા ગ્રાહકના ફ્લેટ પર પહોંચાડવા માટે પહોંચ્યો હતો. પરંતુ આ પહેલા તેણે એક એવુ કામ કર્યું કે તમે પણ વિચારતા થઈ જશો. જે વ્યક્તિએ પીઝાનો ઓર્ડર કર્યો તેનો ફ્લેટ પ્રથમ ફ્લોર પર હતો. પરંતુ ડિલિવરી બોય લિફ્ટમાં ગયો. તેણે લિફ્ટમાં લઘુશંકા કરી અને પછી હાથ સાફ કર્યા વગર જ ડિલિવરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો ડોમિનોઝના મેનેજરને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube