હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: ગીરની સુવિખ્યાત કેસર કેરી સ્થાનિક લેવલે કડવી બની છે જ્યારે વિદેશોમાં ટન બંધ કેસર કેરીની નિકાસ થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે કેસર કેરી કડવી બની છે ત્યારે વિદેશમાં લોકો મોંઘા ભાવથી ખરીદી અને કેસર કેરીનો સ્વાદ માણી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૌકતે વાવાઝોડું અને પ્રતિકૂળ હવામાનના કારણે આ વખતે ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી માત્ર 20 ટકા જ જોવા મળે છે. ત્યારે કેસર કેરીનો સ્વાદ વિદેશોમાં પણ હાલ લોકો માણી રહ્યા છે. હાલ ગીર તાલાલાની ખુશ્બદાર કેસર કેરી યુકેની બજારમાં ખુશ્બૂપ્રસરાવી રહી છે. તાલાલા મેંગો યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી 1100 બોક્સ કેસર કેરી યુકે જવા રવાના કરાય છે, જેમા ગૂણવત્તા અને ક્વોલિટી બાબતે ખૂબજ સાવચેતી સાથે કેસર કેરી વીદેશમાં એકાસપોર્ટ કરાય રહી છે.


બોલીવુડનો મોસ્ટ એલિજિબલ બેચલર એક્ટર કરવા જઈ રહ્યો છે લગ્ન, આ રીતે ફેન્સ સાથે શેર કર્યા ગુડ ન્યુઝ


ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ કુલીંગ, રાયપનીંગ કરી ત્રણ કિલોના આકર્ષક બોક્સમાં કેસર કેરી તૈયાર કરાય છે. જેનો ત્રણ કિલોનો ભારતીય ચલણ મૂજબ 1800 રૂપીયા છે. જેથી એક કિલોના 600 રૂપીયા થાય. એક કિલોમાં વધીને ચારથી પાંચ નંગ કેરી હોય એટલે કેસર કેરીના એક નંગના 125 થી 150 રૂપીયામાં યૂકે સહિતના દેશોમાં લોકો ખરીદી રહ્યા છે. તાલાલા ગીરથી ખાસ વાહન મારફતે અમદાવાદ પહોંચી ત્યાંથી એરલાઇન્સ મારફત યુકે જવા રવાના કરાય છે.


આગામી આઇપીએલમાં ધોની રમશે કે નહીં? છેલ્લી મેચ પહેલા જ માહીએ કર્યો મોટો ખુલાસો


એક ડઝન નંગની ભરતી વાળુ ત્રણ કિલોનું એક બોક્સ 18 પાઉન્ડમાં (રૂ. 1764 ભારતની કરન્સી) યુકેમાં વેંચાણ થશે. તાલાલા મેંગો પેક હાઉસમાંથી આ વર્ષે ત્રણ વખતમાં 1350 બોક્સ એટલે 4 ટન કેસર કેરી રવાના થઇ છે. આજે ચોથી વખત એકી સાથે કેસર કેરીના 1100 બોક્સ રવાના થયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાંથી ગત વર્ષે યુકે ઉપરાંત સિંગાપુર, ઈટલી, ગલ્ફ કન્ટ્રીમાં 142 ટન કેસર કેરી મોકલવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube