IPL 2022 MS Dhoni: આગામી આઇપીએલમાં ધોની રમશે કે નહીં? છેલ્લી મેચ પહેલા જ માહીએ કર્યો મોટો ખુલાસો
IPL 2022 MS Dhoni: આઇપીએલ શરૂ થતા પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રવિન્દ્ર જાડેજાને કપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, રવિન્દ્ર જાડેજાના કેપ્ટન પદ છોડતા ફરી એકવાર એમએસ ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી હતી.
Trending Photos
IPL 2022 MS Dhoni: આઇપીએલ 2022 સીઝનની 68 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઇના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે આ મેચ શરૂ થાય તે પહેલા મહેન્દ્ર સિંહ ધોની આગામી આઇપીએલ સીઝનમાં જોવા મળશે કે નહીં આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, એમએસ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ત્યારે મેચ શરૂ થાય તે પહેલા ટોસ દરમિયાન કોમેન્ટેટર ઇયાન બિશને ધોનીને પુછ્યું હતું કે શું તેઓ આગામી સીઝનમાં રમશે? તેનો જવાબ આપતા ધોનીએ કહ્યું- ચોક્કસપણે હું રમીશ, કેમ કે ચેન્નાઈને આભાર ન કહેવું અયોગ્ય હશે. ચેન્નાઈના ચાહકો માટે આ કરવું યોગ્ય નહીં હોય કે હું ચેપોકમાં ના રમું. મને આશા છે કે આગામી વર્ષે આઇપીએલમાં ટીમોને અલગ અલગ શહેરોમાં યાત્રા કરવાની તક મળશે. જેના કારણે અલગ અલગ જગ્યાઓ પર ચાહકોને થેન્ક્યુ કહેવાની પણ તક મળશે.
એમએસ ધોનીએ વધુમાં કહ્યું- મને ચાહોક તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આ તમામને આભાર કહેવા જેવું હશે. જો કે, તે મારી છેલ્લી સીઝન હશે કે નહીં, તેના પર કંઈપણ કહેવું ઉતાવળ હશે. તમે આગામી બે વર્ષ માટે ભવિષ્યવાણી કરી શકતા નથી. ચોક્કસપણે આગામી સીઝનમાં મજબૂત વાપસી કરવા માટે મહેનત કરીશ.
Y. E. S! 👏 👏
𝗠𝗦 𝗗𝗵𝗼𝗻𝗶 𝗪𝗶𝗹𝗹 𝗕𝗲 𝗕𝗮𝗰𝗸! 💛 💛
Follow the match ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/mdFvLE39Kg
— IndianPremierLeague (@IPL) May 20, 2022
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2022 ની સીઝન શરૂ થતા પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રવિન્દ્ર જાડેજાને કપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, આઇપીએલ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેના કારણે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડી અને મહેન્દ્ર સિંહ ધોની ફરી ચેન્નાઈની કમાન સંભાળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે