હિમાંશુ ભટ્ટ, મોરબી: કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ધંધા-રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. જોકે મોટાભાગના ધંધા-રોજગાર અને કારખાનાઓની અંદર મંદી હોય તેવો ઘાટ જોવા મળે છે પરંતુ મોરબીની આસપાસમાં પથરાયેલ સિરામિક ઉધોગમાં હાલમાં પુર બહારમાં તેજી છે. આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે લોકલ માર્કેટ તેમજ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર મોરબીની સિરામિક ટાઈલ્સની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. જેથી કરીને આગામી દિવસોમાં હજુ પણ સારા દિવસો સિરામિક ઉદ્યોગના આવે તેવી લાગણી મોરબીના સિરામિક ઉદ્યોગ જગતના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો બાઇક ચોરી રેકેટનો પર્દાફાશ, OLX પરથી કરતા હતા આરસીબુકની ચોરી


મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ પથરાયેલ છે અને કોરોનાના લીધે જ્યારે સરકારે લોક ડાઉન કર્યું હતું. ત્યારે એક જ ઝાટકે સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. જેથી કરીને આગામી દિવસોમાં સિરામિક ઉદ્યોગની ગાડી પાટે ચડશે કે કેમ તેવા અનેક સવાલો ઉદ્યોગકારોના મનમાં રમતા થઈ ગયા હતા. જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગની આપણે આજની તારીખે વાત કરીએ તો સામાન્ય રીતે વર્ષ દરમિયાન 12,000 કરોડનું એક્સપોર્ટ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા વર્લ્ડમાં કરવામાં આવે છે. જો કે હાલમાં મે મહિનાથી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે અને હાલમાં વર્લ્ડના જુદા જુદા દેશની અંદર મોરબીની સિરામિક ટાઇલ્સની માંગ સતત વધી રહી છે. જેથી કરીને છેલ્લા ચાર મહિનાની અંદર ચાર હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત


વર્લ્ડમાં સૌથી વધુ સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ચાઇનામાં કરવામાં આવે છે અને ત્યાર બાદ બીજા નંબરે ભારત એટલે કે મોરબી આવે છે. જો કે કોરોના બાદ ચાઈનાથી વર્લ્ડના ઘણા દેશ વિમુખ થયા છે અને તે વેપારીઓ હવે મોરબીના ઉધ્યોગકારો પાસેથી માલની ખરીદી કરવા લાગ્યા છે. જેથી સિરામિકની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાં છેલ્લા વર્ષની અંદર મશીનરીથી માંડીને તમામ વસ્તુઓને અપગ્રેડ કરવામાં આવી છે. જેથી કરીને હાલમાં મોરબીમાં ઇટલી અને સ્પેનમાં જે પ્રકારની સિરામિક ટાઇલ્સ બને છે. આવી જ સારી ગુણવત્તાની સિરામિક ટાઇલ્સ અત્યારે મોરબી આસપાસના સિરામિક ઉદ્યોગમાં બનવા લાગી છે. જેથી કરીને મોરબીના સિરામિક યુનિટમાંથી વર્લ્ડમાં એક્સપોર્ટ થતી ટાઇલ્સનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આગામી દિવસોમાં નવા સિરામિક એકમો પણ મોરબીમાં ધમધમવા લાગવાના છે.


આ પણ વાંચો:- જામનગરમાં યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું આ કારણ આવ્યું સામે


છેલ્લા ઘણા વર્ષોથી મંદી અને મોંઘવારી સહિતના માર સહન કરીને સિરામિક ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગને ટકાવી રાખતા હતા અને અવારનવાર સરકાર સમક્ષ ગેસના ભાવમાં ઘટાડો કરવા માટેની માગણી કરતા હતા. જોકે હાલમાં સિરામિક ઉદ્યોગકારોને સરકાર અને ગ્રાહક બંને તરફથી ચાંદી થઇ ગઇ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે સરકારે છેલ્લા બે મહિનાની અંદર ગેસના ભાવમાં સાડા ચાર રૂપિયા જેટલો ઘટાડો કરી આપેલ છે. જેથી સિરામિક ટાઇલ્સની પડતર કિંમતમાં ઘટાડો થયો છે અને બીજી બાજુ વર્લ્ડના સિરામિક માર્કેટમાં મોરબીની સિરામિક પ્રોડક્ટની માંગ સતત વધી જ રહી છે. સાથોસાથ અત્યારે ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ મોરબીની સિરામિક ટાઇલ્સની માંગ વધી હોવાથી અત્યારે સિરામિક ઉદ્યોગમાં તેજી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર