સુરતમાં ઉમરા બ્રિજ પર મકાનોના ડિમોલિશનની કામગીરી, લોકોએ શરૂ કર્યો વિરોધ
સુરત મહાનગર પાલિકાની ડિમોલિશનની કામગીરી શરૂ થવાની સાથે ત્યાં રહેતા પરિવારજનો વિરોધ કરી રહ્યાં છે.
સુરતઃ સુરતમાં તાપી ઉમરા બ્રિજ વિવાદમાં આવી ગયો છે. અહીં આવેલા મકાનોના દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સુરત મહાનગર પાલિકાની ડિમોલિશનની કામગીરી શરૂ થવાની સાથે ત્યાં રહેતા પરિવારજનો વિરોધ કરી રહ્યાં છે. મનપાએ પોલીસના મોટા કાફલા સાથે અહીં ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે.
કોર્ટના આદેશ બાદ કામગીરી
મહત્વનું છે કે સુરતમાં ઉમરા બ્રિજનું કામ અધુરૂ રહી ગયું હતું. અહીં આવેલા મકાનોને કારણે ઉમરા બાજુનો બ્રિજ અધુરો હતો. આ મુદ્દે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે કોર્ટના આદેશ બાદ કોર્પોરેશને મનપાએ કામગીરી શરૂ કરી છે. અહીં લોકોના મકાન હોવાને લીધે કામ અટક્યું હતું.
સુરતમાં મિત્રોએ પૈસા પરત ન આપતા ટેમ્પોચાલકે જીવન ટુંકાવ્યું હતું, 5 મહિના બાદ નોંધાઇ ફરિયાદ...
પરિવારજનોનો વિરોધ
આજે પાલિકાની ટીમ પોલીસના કાફલા સાથે ડિમોલિશનની કામગીરી કરવા માટે પહોંચી હતી. અહીં રહેતા લોકોએ વિરોધ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન ત્યાંના રહેવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ શરૂ થયું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube