ઝી મીડિયા/બ્યૂરો :શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ધોળકા બેઠક પર જીતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટ ચૂંટણી રદ કરતા રૂપાણી સરકાર (Vijay Rupani) ને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં આ ચુકાદા મામલે કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે આ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)  તરફથી પ્રતિક્રીયા આવી હતી. તેઓએ જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 41 કાયદાકીય સલાહ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાઈકોર્ટના
ચુકાદા પર સ્ટે પણ મળશે એવો અમને વિશ્વાસ છે. હવે બધી બાબતો કાયદાકીય કાર્યવાહીની આધીન છે. સારો ચુકાદો આવે એની રાહ જોઈશું. 


ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો, શંકાના દાયરામાં આવેલી વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમાં જણાવ્યું કે, આખો ભાજપ અને સરકાર અને તમામ ધારાસભ્યો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે છીએ. જે રીતે જરૂર હોય એ રીતે તમામ રીતની મદદ અને સહયોગ આપવામાં આવશે. અડધો કલાક પહેલા ચુકાદો આવ્યો છે, ચુકાદાનો અભ્યાસ કર્યા પછી જ વકીલો દ્વારા સલાહ આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું.