ગાંધીનગરઃ  એક તરફ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) નજીક આવી રહી છે. 19 જૂને મતદાન થવાનું છે, તે પહેલા કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ આજે રાજીનામાં આવી દીધા છે. આ રાજીનામા પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, કોંગ્રેસ પોતે વેન્ટિલેટર પર છે એટલે કોંગ્રેસને વેન્ટિલેટર વધુ યાદ આવે છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાં આંતરિક અસંતોષ છે એટલે વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આવ્યા છે. આગામી દિવસમાં અન્ય ધારાસભ્યો પણ રાજીનામા આવી શકે છે. મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ અન્ય ધારાસભ્યો આપી શકે છે રાજીનામા
કોરોના વાયરસ લૉકડાઉન શરૂ થયા પહેલા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હતી. ત્યારે પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. હવે ફરી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ફરી રાજીનામા શરૂ થયા છે. આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામા આપી દીધા છે. હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે કે, કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર બંન્ને નેતાઓ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાનું સામે આવ્યું હતું. 


મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 


રાજ્યપાલને રજૂઆત કરશે કોંગ્રેસ
કોરોનાનો પ્રશ્ન કોરાને મૂકીને હાલ ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) માં વ્યવસ્ત બન્યા છે. કોંગ્રેસમાં બે ધારાસભ્યોના રાજીનામાંથી ખળભળાટ થયો છે. તો કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી અફવાએ જોર પકડ્યું છે. ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા જશે. કોંગ્રેસના બે ધારાસભ્યોના પડેલા રાજીનામા સંદર્ભે લોકશાહી પદ્ધિતિથી લેવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરે તેવી સંભાવના છે. બિનલોકશાહી પદ્ધતિથી રાજીનામા લેવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર