ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં હત્યાના કેસમાં ત્રણ આરોપીઓની દેત્રોજ પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જુના ઝગડામાં યુવાનોએ વૃદ્ધની હત્યા કરી સોપારી કિલીંગ હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજના ઓઢવ ગામમાં ગઈ તારીખ 16મીમેની રાત્રે હત્યાનો બનાવ દેત્રોજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો હતો. શંભુભાઈ પટેલ નામના વૃદ્ધ પોતાની દુકાન બંધ કરીને સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સો વૃદ્ધ શંભુભાઈ પટેલને પગ પર લાકડી અને ધારિયાના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત શંભુભાઈ પટેલને ગંભીર ઈજા ઓને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવારમાં જ શંભુભાઈ પટેલનું મોત થયું હતું. આ ઘટના બાદ દેત્રોજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યા કરનારની તપાસ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી અંબાલાલે કરી આગાહી


દેત્રોજ પોલીસની પ્રાથમિક તપાસ અને ગામના લોકોની પૂછપરછ કરતા ટેકનિકલ મદદના આધારે દેત્રોજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સૌરવ પટેલ, જોરાવરસિંહ ઝાલા ઉર્ફે ભોટુ અને સંદીપસિંહ ઝાલાની સમાવેશ થવા પામ્યો છે. ત્યારે દેત્રોજ પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી હતી તો જાણવા મળ્યું હતું કે આજથી એક વર્ષ પહેલા મુખ્ય આરોપી સૌરવ પટેલ મૃતક શંભુભાઈ પટેલની દુકાનની સામે રામજી મંદિર આવેલ છે. 


ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો વર્ષ નહી બગડે!


જે મંદિરની અંદર સૌરવ પટેલ ચંપલ પહેરીને પ્રવેશ કર્યો હતો. જેને લઇને મૃતક શંભુભાઈ પટેલ એ સૌરવ પટેલને ટોક્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે મૃતક શંભુભાઈ પટેલે લાકડી મારીને સૌરવ પટેલનો પગ ભાંગી નાખ્યો હતો અને ફેક્ચર આવ્યું હતું. જેની અદાવત રાખીને સૌરવ પટેલે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. 


રાજકોટમાં અજુગતું બન્યું; એકાએક આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા


દેત્રોજ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી જેમાં વિગતો સામે આવી હતી કે સૌરવ પટેલે હત્યા કરવા માટેની સમગ્ર ઘટનાની વાતચીત તેના ભાઈ રવિ પટેલ ઉર્ફે ખજુરી ને કરી હતી ત્યારે રવિ પટેલે સૌરવ પટેલ ને  કહ્યું હતું કે મોકો મળે ત્યારે શંભુભાઈ પટેલના પગ ભાંગી નાખવાની વાત કરી હતી. ત્યારે રવિ પટેલ ઉર્ફે ખજૂરી અમેરિકા માં સ્ટોર માં નોકરી કરે છે ત્યાંથી આખી હત્યા ની સોપારી આપ્યા નું સામે આવ્યું છે સોપારી આપવા માટેથી બાજુના ગામના લોકોને સોપારી આપી હતી. 


ગોઝારો શુક્રવાર! ગુજરાતમાં અકસ્માતની બે દર્દનાક ઘટના; કુલ 6 લોકોના કરૂણ મોત, 9 ઈજા..


જેના બદલામાં પૈસા અપાયા હતા ત્યારે સોપારી આપનાર રવિ પટેલ ઉર્ફે ખજૂરી હાલ અમેરિકા માં છે અને સોપારી લઇ ને હત્યા કરનાર ચાર પૈકી બે જોરાવરસિંહ ઝાલા ઉર્ફે ભોટુ અને સંદીપસિંહ ઝાલા આરોપીની ધરપકડ કરી છે અને વધુ બે ફરાર આરોપી ખુમાનસિંહ ઝાલા અને છનુભા ઝાલા પોલીસ પકડથી દૂર છે.