ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો આગામી વર્ષ નહીં બગડે!

Board Exam: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. 

ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ કામ કરજો આગામી વર્ષ નહીં બગડે!

Gujarat Board Exam: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ. 10-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે અને તેઓ પૂરક પરીક્ષા 2024માં બેસવાના છે તેમના માટે મહત્વની માહિતી સામે આવી છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ.10 અને 12માની પરીક્ષામાં નાપાસ થયા છે જેવો પૂરક પરીક્ષાના માધ્યમથી ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તેમના માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. 

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરાશે. ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32 હજાર 740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા છે. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે. ધોરણ 10માં 3 અને ધોરણ 12માં 2 વિષયની પૂરક પરીક્ષા લેવાશે. વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે. 

પૂરક પરીક્ષા 2024માં છૂટછાટની વાત કરીએ તો દરેક વિષયમાં ઓછામાં ઓછા 20% માર્કસ હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં અથવા તમે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થા દ્વારા અથવા સ્કૂલ દ્વારા તમને પૂરક પરીક્ષા વિશે અગત્યની અને મહત્વપૂર્ણ માહિતીઓ આપી શકશે. ગુજરાત બોર્ડની ધોરણ. 10 માની પુરક પરીક્ષા એક બે અથવા ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો અમુક વિષયોમાં નાપાસ થયા છે તે વિષયોમાં ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે નીચે અમે તમને અરજી પ્રક્રિયાની વિગતો આપી છે.  

ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી સારા સમાચાર છે. બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે 12માં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે. આ નિર્ણયથી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જે નાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે. પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news