રાજકોટમાં અજુગતું બન્યું; એકાએક આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા!

રાજકોટ જિલ્લાના જેતપુરના સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલા આકાર તાપમાનને કારણે અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પાડવાના કારણે મોતને ભેટ્યા હતા. સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે, સાથે જ લોકો આકરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે. 

રાજકોટમાં અજુગતું બન્યું; એકાએક આ ગાર્ડનમાં અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પડવા લાગ્યા!

Gujarat Weather 2024: ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે. સાથે હજુ આવનારા દિવસોમાં પણ આવા જ આકાર તાપનો સામનો કરવા ગુજરાતીઓએ તૈયાર રહેવું પડે તો નવાઈ નહિ, સાથે જ અંગ દઝાડતી ગરમી અને હિટ સ્ટ્રોકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. 

ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના સરદાર ગાર્ડનમાં બે દિવસ પહેલા આકાર તાપમાનને કારણે અનેક પક્ષીઓ વૃક્ષો પરથી નીચે પાડવાના કારણે મોતને ભેટ્યા હતા. સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે, સાથે જ લોકો આકરી ગરમીથી બચવા કોઈને કોઈ ઉપાય શોધી લેતા હોય છે. 

ત્યારે વૃક્ષોમાં વસવાટ કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમી દ્વારા પાલિકાને જાણ કરતા જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડનમાં વૃક્ષો ઉપર પાણીના ફુવારથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓને ઠંડક મળી રહી તે માટે કામગીરી કરવામાં આવી હતી. તેમજ આકરા તાપમાનમાં વૃક્ષો ઉપર વસવાટ કરતા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાલિકાના ફાયર ફાઇટર દ્વારા પાણીનો છંટકાવ કર્યો હતો,જેથી કરીને પક્ષીઓને પણ રાહત મળી રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news