અમદાવાદ : સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB એ ઔદ્યોગિક એકમોના કાપેલા જોડાણોને કાપેલા જ રાખવા માટેનો આદેશ કર્યો છે. આ મુદ્દે 99 પેજનો આદેશ કરતા જણાવ્યું કે, ઔદ્યોગિક એકમોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે તેથી તેમને ફરી જોડાણ આપી શકાય નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના અલગ-અલગ એકમો દ્વારા કોર્પોરેશનના કનેક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે તમામ અરજીઓ જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે ફગાવી દીધો છે. ઇન્ડસ્ટ્રી દ્વારા જોડાણો ફરી શરૂ કરવા માટેની અરજી કરીને ફગાવી દેવાઇ હતી. સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા ઔદ્યોગિક એકમો હાલ બંધ જ રાખવા માટેનો આદેશ કર્યો હતો. 


અત્રે નોંધનીય છે કે, અમદાવાદના અલગ-અલગ એકમોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમના એકમોના કપાયેલા કનેક્શન ફરી જોડવા માટે આદેશ આપવા માટે હાઇકોર્ટને અપીલ કરી હતી. જો કે ખંડપીઠે આ અરજી ફગાવીને કહ્યું કે, કોર્પોરેશન દ્વારા કરાયેલી કામગીરી યથાયોગ્ય છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા ઔદ્યોગિક એકમો હાલ પુરતા બંધ જ રહે તે યથાયોગ્ય છે. 


હાઇકોર્ટે કરેલા લેખિત ઓર્ડરમાં કહ્યું કે, પરિસ્થિતિ હવે કાબુમાં નથી. હવે બહુ થયું. કોર્પોરેશનની કામગીરી સામે 11 જેટલા એકમોએ અરજી કરી હતી. તેને ફરી શરૂ કરવા દેવા માટેની રજુઆત કરાઇ હતી. જો કે હવે તેને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે આદેશ કર્યો કે, પર્યાવરણ અને સ્વાસ્થયના ભોગે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી તેવું કોર્ટે નોંધ્યું હતું. વચગાળાની રાહત આપતા આ જોડાણો ફરી શરૂ કરીને એકમો ચાલુ કરવાને મંજુરી માટેની અરજી ફગાવી દેવાઇ છે.