તેજસ દવે/મહેસાણા: રાજ્ય સરકાર દ્વારા આજે સાત નવી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી. જેમાં મહેસાણાનો પણ સમાવેશ થવા જાય છે. મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરાતા અનેક વિકાસના કામોને વધુ વેગ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીઓમાં ફફડાટ! અમદાવાદમાં એક જ દિવસમાં 22000થી વધુ કોમર્શિયલ મિલકતો સીલ


મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા બન્યા બાદ અનેક ફાયદાઓ થવા જશે જેવા કે રસ્તા પહોળા થશે ગ્રાન્ટમાં પણ વધારો થશે જયદેવ વધુ વિકાસ શીલ શહેર તરીકે મહેસાણા ઊભરી આવશે હાલ મહેસાણા શહેર ની 3,15,619 લાખ વસ્તી છે મહાનગરપાલિકા બન્યા બાદ નવા 16 ગામો એડ થશે જેની 1,11,378 લાખ વસ્તી એડ થશે એટલે 4,26,997 લાખ કુલ વસ્તી મહા નગરપાલિકામાં થશે. મહાનગરપાલિકામાં આ 16 ગામો એડ થશે. ફતેપુરા, રામોસણા, પાંચોટ, દેદીયાસણ, નુગર, પાલાવાસણા, શોભાસણ, હનુમંત હેડુવા, હનુમંત રાજગર, રામપુરા, કુકસ, લાખવડ, દેલા, ઉચરપી, તાવડિયા, તળેટી અને આ એડ થયા બાદ કુલ 4.26 લાખ વસ્તી થશે.


હવે ચેતી જજો! ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી; જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગા


અન્ય ફાયદાઓની વાત કરીએ તો હાલમાં પાલિકા માં 7.50 કરોડ A ક્લાસ પાલિકાને મળે છે. જે હવે 30 થી 50 કરોડ મળશે. રોડ રી સરફેસ માટે 1 કરોડ મળતા જે હવે 20 કરોડ મળશે અને શહેરનો વિકાસ આગળના 40 વર્ષ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. મહેસાણા શહેરના 5 કિ.મી વિસ્તારમાં આવરી લેવાશે પાણી, ભૂગર્ભ ગટર અને રસ્તાના લાભ આ વિસ્તારને મળશે ટાઉન પ્લાનિંગ નો સુયોજિત વિકાસ થશે, નકશો બદલાશે, રસ્તાઓ પહોળા થશે પાલિકાનું નવું બિલ્ડિંગ મહાનગરપાલિકા માટે સર્કિટ હાઉસ નજીક સૂચિત જગ્યા આકાર પામી શકે છે..


ગુજરાતમાં કોંગ્રેસ કોર્પોરેટરના અનોખા વિરોધથી ભારે કૂતુહલ; શ્વાન સાથે પહોંચ્યા ઓફિસ


મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ શહેરી વિસ્તાર માં બમણો વિકાસ થશે વિકાસની જ વાત કરીએ તો હાલ મહેસાણા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જે વિકાસ હવે વધુ એક પામશે જેમાં 36 મીટર પહોળા રસ્તાઓ થશે મહેકમ વધશે, ગ્રાન્ટ વધશેમહાનગરપાલિકા માં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાન ના ભાવ વધશે. તાંત્રિક મજૂરી સ્થાનિક લેવલે જ મળી જશે એટલે કામગીરી પણ વધુ ઝડપી થશે સાથે સાથે મહેસાણામાં હાઇરાઇસ બિલ્ડિંગ બનવાનો માર્ગ મોકળો બનશે.


આ કોઈ સરોવર નહીં પણ કચ્છનું નાનું રણ છે, તંત્રના પાપે નર્મદાનું ફરી વળ્યું પાણી!


હાલમાં 1.5 FSI ની જગ્યાએ હવે 4 થી 5 FSI મળશે. FSI વધતા મહેસાણામાં ગગનચુંબી ઇમારતો બની શકશે આસપાસના 16 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા વિકાસને વધુ વેગ મળશે અને મહાનગરપાલિકામાં સમાવેશ થતા ગ્રામ્ય વિસ્તારના પણ જમીન મકાનના ભાવ વધશે. ગ્રામ્ય વિસ્તારોને મનપામાં સમાવેશ થતા પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે. 


ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં છ ગણો વધારો, 28 હજાર લોકોને રોજગારી


મહેસાણા શહેર રમતો એક વિકસિત શહેર તરીકે ઉભરી આવેલું છે જે અનેક સુવિધાઓથી સજ્જ છે પછી એ અમદાવાદ દિલ્હીને જોડતો નેશનલ હાઈવે હોય અંડર પાસ હોય કે પછી મહેસાણા શહેરના ફરતે નીકળેલ બાયપાસ રોડ હોય તમામ રીતે મહેસાણા માં વણથંભ્યો વિકાસ થઈ રહ્યો છે પણ હવે મહાનગરપાલિકા નો દરજ્જો મળતા મહેસાણા બમણો વિકાસ થશે અને વધુ વિકાસના કામોને વેગ મળશે તેમ કહીએ તો નવાઈ નહીં.