તેજશ મોદી, સુરત: લોકસભા બેઠકને લઇને ભાજપ રાજ્યના જુદા-જુદા શહેરમાં ચૂંટણી પ્રચાર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. તો આજે માંડવી અને ધરમપુર ખાતે ક્લસ્ટર સંમેલનનું આયોજન કરાવમાં આવ્યું છે. જ્યાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી


ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના માંડવી અને ધરમપુર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના અગ્રણી નેતાઓ આવી પહોંચ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ માંડવીના હેલિપેડ પર પહોંચ્યા અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહારાષ્ટ્રના સીએમનું સ્વાગત કર્યું હતું.


વધુમાં વાંચો: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નજીક ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ, સામાન બળીને ખાખ


મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સભાનું સંબોધન કરતા જણાવ્યું કે, મને ખુશી છે કે આજે ગુજરાતના કાર્યકરોને મળવાની તક મળી છે. અમને ગુજરાત ભાજપને જોઈ ઉર્જા મળે છે. સંગઠન અને સત્તામાં રહી કેવી રીતે કામ થાય છે તે બતાવ્યું છે. ગુજરાત ભાજપ માટે જીત એ નવી વાત નથી. ગત વર્ષોની ચૂંટણી અને અત્યારની ચૂંટણીનો મુદ્દો અલગ છે. આ ચૂંટણીમાં ભાજપને નહીં પરંતુ ભારતને જીતડવાનું છે. મોદીના શાસનમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.


વધુમાં વાંચો: વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ


વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 1000 વર્ષમાં અનેક ભૂલો થઈ જેના કારણે ભારત ગુલામ બન્યો. 2019માં બે રસ્તા પર હાલ દેશ ઉભો છે. પહેલા પીએમને મેડમને પૂછવું પડતું હતું. આવનારા 5 વર્ષમાં ભારત સૌથી યુવા દેશ હશે. યુવાનોને કારણે યુરોપ, જાપાન, કોરિયા, ચીનનો વિકાસ થયો. હવે ભારતનો વારો છે. જો ખીચડીની સરકાર બની તો દેશને મુશ્કેલી ઉભી થશે. નરેન્દ્ર મોદી સિવાય કોન છે જે દેશને સશક્ત બનાવી શકે છે?


વધુમાં વાંચો: અમદાવાદ: અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, આશા પટેલ સાથે કરી મુલાકાત


વાજપાઈએ નવા ભારતની શરૂઆત કરી પરંતુ 10 વર્ષ વચ્ચે બગાડયા, પણ હવે મોદીએ શરૂઆત કરી દીધી છે. ગરીબી કોંગ્રેસના કારણે વધી છે. ભલું કોંગ્રેસના લોકોનું અને તેમના પરિવારોનું જ થયું છે. મોદીએ ગરીબોને ગરીબીથી બહાર કાઢ્યા છે. મોદીએ યોજનાઓ પણ એવી બનાવી છે લોકોનું ભલું થયું. જનધન યોજનાથી લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા. રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે એક રૂપિયો દિલ્હીથી મોકલું તો પાંચ પૈસા જ મળે છે. મોદીના કારણે લોકોના ખાતામાં જ રૂપિયા મળતા થઈ ગયા છે.


વધુમાં વાંચો: CM રૂપાણીના નિવાસસ્થાને કેબિનેટ બેઠક, સરકારના આગામી આયોજનોની ચર્ચા


તો આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સભા સંબધોતા કહ્યું કે, ગુજરાતીઓનો વિકાસ થાય તેવું કામ મહારાષ્ટ્રના સીએમ કરે છે. જ્યાં બે લોકોને જ લોકસભાની બેઠક પર ટિકિટ મળે છે. પરંતુ કાર્યકર્તાઓ મન મૂકીને કામ કરે છે, આ માત્ર ભાજપમાં જ શક્ય છે. આપણા વિરોધીઓ ઘણી વાતો કરે છે. તેમને મારે કહેવું છે કે, તમે ઘણા વર્ષો રાજ કર્યું. ભરૂચ-બારડોલીની શું સ્થિતિ હતી. પરંતુ નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન બાદ સ્થિતિ બદલાઇ છે.


વધુમાં વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન, દેવેન્દ્ર ફડણવીસ આપશે હાજરી


વધુમાં તેમણે કહ્યું કે, 15- 20 વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી, રોડ-રસ્તાની કેવી સ્થિતિ હતી તે યાદ કરો. મોદી સરકારના આવ્યા બાદ અલગ-અલગ આરોગ્ય લક્ષી યોજનાઓએ ગરીબ લોકોને જીવનદાન આપ્યું છે. કોઈ ના માને કે નરેન્દ્ર ભાઈએ રાફેલમાં કોઈ ખોટું કર્યું છે. પરંતુ લોકોને ખબર છે કે, એમના તો બાપ-દાદાના સમયથી ભ્રષ્ટાચાર થતો આવ્યો છે. નરેન્દ્ર મોદીની માતા 10 બાય 10ના રૂમમાં રહે છે. ભાજપ 26માંથી 26 બેઠક પર જીતશે એમ કોઈ શંકા નથી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...