નચિકેત મહેતા/ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડ અને ભક્તો વચ્ચે રંગોનો છંટકાવ થતા ભક્તો નાચી ઉઠ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

G-20માં દુભાસિયો હોવાનું કહી દિલ્હી જવા યુવકનું તરકટ, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી!


સમગ્ર મંદિર પરિસરમાં "ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે" ના ગગન ભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. આજે મહાસુદ પૂર્ણિમા પર ઠાકોરજી એ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર, પદ્મ ગદા, રત્ન જડિત મુગટ ધારણ કર્યો હતો. આજે મહાસુદપૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા ઉત્સવ;192 વર્ષથી કેમ ચાલે છે સાકર વર્ષાની પરંપરા


ખેડાના યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે અને માઘ પૂર્ણિમા પર ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતીનો 50 હજારથી વધુ ભક્તો લહાવો લીધો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી કેસુડાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સપ્ત રંગોનો ભગવાન પર છંટકાવ કરી ઉજવણી કરાઈ. ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના નાદથી યાત્રાધામ ડાકોર ગુંજી ઉઠ્યું. મહાસુદ પૂર્ણિમા પર ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર, પદ્મ ગદા, રત્ન જડિત મુગટ ધારણ કર્યો. મહાસુદપૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી. 


ગુજરાતનાં પ્રવાસે હિલેરી ક્લિન્ટન, 'મને સેવાની 100 મી વર્ષગાંઠે પણ અહીં આવવું ગમશે'


માઘ પૂર્ણિમાનું મહત્વ
માઘ નક્ષત્રના નામ પરથી માઘ પૂર્ણિમાની ઉત્પત્તિ થઈ છે. એવું માનવામાં આવે છે કે માઘ મહિનામાં દેવતાઓ પૃથ્વી પર આવે છે અને માનવ સ્વરૂપ ધારણ કરે છે અને પ્રયાગરાજમાં સ્નાન, દાન અને જપ કરે છે. એટલા માટે કહેવાય છે કે આ દિવસે પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર જો માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર હોય તો આ તિથિનું મહત્વ વધુ વધી જાય છે.


કાપડના વેપારી પાસે 10 લાખની ખંડણી માંગી જાનથી મારવાની ધમકી, ખંડણીખોરની ધરપકડ


માઘ પૂર્ણિમાની પૂજા પદ્ધતિ
માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવું જોઈએ. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો તમે પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. સ્નાન કર્યા પછી "ઓમ નમો નારાયણ" મંત્રનો જાપ કરો. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્યદેવની પૂજા કરો અને જળમાં તલ અર્પિત કરો. તે પછી પૂજા શરૂ કરો અને ચરણામૃત, પાન, તલ, મોલી, રોલી, ફળ, ફૂલ, કુમકુમ, પંચગવ્ય, સોપારી, દુર્વા વગેરે ભોગ તરીકે ચઢાવો. 


હિંમતનગર ડી માર્ટ મોલમાં થયેલ ચોરીના ભેદનો ખુલાસો, આરોપી પાસેથી મળ્યું એવું કે...


મહત્વનું છે કે, અંતમાં આરતી અને પ્રાર્થના કરો. ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા પૂર્ણિમાના દિવસે કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે ચંદ્રને દાન, દાન અને અર્ઘ્ય આપવું જોઈએ. આ સાથે આ દિવસે ચંદ્રના સ્ત્રોતનો પણ પાઠ કરવો જોઈએ.