'મને ખબર નથી કે હું આવી શકીશ કે નહીં પણ હું મારી દીકરી અને પૌત્રીને અહીં આવવા જરૂર કહીશ: ક્લિન્ટન
ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ગાર્ડન તૈયાર કરાયું. હિલેરી ક્લિન્ટન 1995 અગાઉ અમદાવાદ આવ્યા હતા. ઇલાબહેન રોપેલા વડ વૃક્ષની હિલેરી ક્લિન્ટનએ મુલાકાત લીધી. આ પ્રસંગે મેયર કિરીટ પરમાર પણ સ્વાગત કરવા પહોંચ્યા હતા.
Trending Photos
સપના શર્મા/અમદાવાદ: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને અમદાવાદ ખાતે SEWA સ્મારકની મુલાકાત કરી હતી. ત્યારબાદ લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ)ની મુલાકાત લીધી હતી. ઇલાબહેન દ્વારા રોપવામાં આવેલા વડના વૃક્ષની મુલાકાત કરી હતી. સેવાની સ્થાપનાની 50મી વર્ષગાંઠ ઉજવણી અને આગામી 50 વર્ષનું આયોજન કરવા માટે 12 એપ્રિલ 2022 ના રોજ વડના વૃક્ષ રોપણ કરાયું હતું.
ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ગાર્ડન તૈયાર કરાયું. હિલેરી ક્લિન્ટન 1995 અગાઉ અમદાવાદ આવ્યા હતા. ઇલાબહેન રોપેલા વડ વૃક્ષની હિલેરી ક્લિન્ટનએ મુલાકાત લીધી. આ પ્રસંગે મેયર કિરીટ પરમાર પણ સ્વાગત કરવા પહોંચ્યા હતા. સેવા સંસ્થાની બહેનો સાથે વાતચીત કરતા દરમિયાન હિલેરી ક્લિન્ટને જણાવ્યું કે મને સેવાની 100મી વર્ષગાંઠે પણ અહીં આવવું ગમશે. મને ખબર નથી કે હું આવી શકીશ કે નહીં પણ હું મારી દીકરી અને પૌત્રીને અહીં આવવા જરૂર કહીશ.
સોમવારે ધ્રાંગધ્રાની મુલાકાત લેશે હિલેરી ક્લિન્ટન
હિલેરી ક્લિન્ટને વધુમાં જણાવ્યું હતું કે, 'સેવા'ની ગ્રામીણ પહેલના ભાગરૂપે હિલેરી ક્લિન્ટલ સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને મીઠું પકવતા અગરિયાઓ સાથે વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે, ઇલા બેન ભટ્ટનું ગત વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. SEWA ઇવેન્ટ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલા બેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ રવિવારના રોજ શહેરમાં તેમની ઓફિસમાં SEWA સભ્યો સાથે વાતચીત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે