આશ્કા જાની, અમદાવાદઃ આજે દેવદિવાળી છે. અમદાવાદમાં શહેરીજનો સવારથી નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. કોરોના વાયરસને લીધે આ વર્ષે અહીં ઓછી ભીડ જોવા મળી રહી છે. પરંતુ અમદાવાદમાં પરંપરા રહી છે કે કોઈ તહેવાર પર શહેરીજનો દિવસની શરૂઆત માતા ભદ્રકાળીના દર્શન કરીને કરતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવદિવાળીની સવારે અમદાવાદના શહેરીજનો દર્શન કરવા માટે માતા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યા હતા. કોરોના વાયરસને કારણે અહીં તમામ નિયમોનું પાલન કરીને ભક્તો માતાના દર્શન કરી રહ્યાં છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે નગરદેવીના દર્શન કરવામાં ઓછી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આજે માં ભદ્રકાળી સિંહના આસન પર સવાર છે અને આ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. 


કોરોનાના આંકડા મુદ્દે ધારાસભ્યએ ટ્વીટ કરતા મ્યુનિ. કમિશ્નરે તેમને બ્લોક કર્યા


દેવદિવાળીનું છે અનોખુ મહત્વ
આજે દેવદિવાળીનું પર્વ છે. આજના દિવસનું અનોખું મહત્વ હોય છે. આજથી તમામ સારા પ્રસંગો માટેના મુહૂર્ત નીકળે છે. આજે દિવાળીના પર્વની પૂર્ણ અને ભગવાન ઉત્તરાયણમાં પ્રવેશે છે. આજે સારા કામ કરી શકાય છે. અમદાવાદમાં આવેલા અષ્ટ લક્ષ્મીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે. દરવર્ષે  આજના દિવસે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે ભક્તોની મંદિરમાં ગેરહાજરી જોવામળી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube