કોરોનાના આંકડા મુદ્દે ધારાસભ્યએ ટ્વીટ કરતા મ્યુનિ. કમિશ્નરે તેમને બ્લોક કર્યા
Trending Photos
અમદાવાદ : હાલ અમદાવાદમાં કોરોનાની સ્થિતી ખુબ જ સ્ફોટક બની છે. શહેરમાં રોજનાં 350 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અન્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતા કોરોના હજી પણ બેકાબુ છે. જો કે મહામારી વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાને બદલે આંકડાઓ છુપાવી રહ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કામમાં ઢીલાશ રખાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
કોર્પોરેશન પર બેકાબુ કોરોનાને દબાવવા માટે મુકાયેલા ખાસ અધિકારી રાજીવ ગુપ્તાને નિશાને લઇને ટ્વીટ કરીને કહ્યું કે, ગુપ્તા સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાખો અને સાચુ બોલો તેવી અપેક્ષા. આ ટ્વીટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ ટેગ કર્યા હતા. આ ટ્વીટ બાદ ગુપ્તાએ તેમને બ્લોક કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતે પણ કોરોનાની સારવાર લઇ ચુક્યા છે. SVP તેમની પોતાની સારવારનાં તેઓ વખાણ પણ કરી ચુક્યા છે. તેઓએ એસવીપીના સ્ટાફ, તબીબ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તત્કાલીન એએમસી કમિશ્નર વિજય નહેરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે