ઉદય રંજન/અમદાવાદ :ધંધુકા (dhandhuka) માં કિશન ભરવાડ (kisan bharvad) ની હત્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમો પર અલગ અલગ ધર્મના લોકો આમને સામને આવી ગયા છે. ત્યારે આવા સંવેદનશીલ વાતાવરણમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં અફવાઓ ન ફેલાય એ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની સોશિયલ મીડિયા પર બાજ નજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 25મી જાન્યુઆરીના ધંધુકામાં ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવકને ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં ગણતરીના દિવસોમાં અમદાવાદ જિલ્લા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હત્યાની તપાસ ગુજરાત એટીએસને સોંપી દેવામાં આવી હતી. જેમાં કિશન ભરવાડની હત્યાના કનેક્શન પાકિસ્તાનના કરાંચી સુધી નીકળ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં ભારે વિરુદ્ધ થયો હતો અને જેમાં સાચા ખોટા મેસેજો પણ ફરતા થયા હતા. લોકોને ઉશ્કેરવા માટે અફવાઓ શરૂ થઈ હતી. ત્યારે આ અફવાના કારણે કોઈ ઉશ્કેરાઈ ન જાય અને ખોટી અફવા ન ફેલાવે એ માટેથી અમદાવાદ સાયબર બ્રાન્ચ પર મેદાને આવી હતી અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવાની શરૂઆત કરી છે. જો કોઈ ધર્મને લઈને ખોટી અફવા ફેલાવશે તો તેના પર કયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચો : ડિવોર્સ થતા પતિને કારસ્તાન સૂઝ્યુ, પત્નીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ બદલીને કરી નાંખ્યા બિભત્સ મેસેજ


વધુ એક આરોપીની ધરપકડ
કિશન ભરવાડ હત્યા કેસમાં અઝીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતાની ધરપકડ કરાઈ છે. ભાવનહપના ઢસાથી પોલીસે અટકાયત કરીને એએટીએસને સોંપ્યો છે.


અલ્પેશ ઠાકોરે કિશન ભરવાડના પરિવારને આપ્યા 1 લાખ
ધંધુકા હત્યા મામલે અલ્પેશ ઠાકોર ચચાણા કિશનભાઇના પરિવારજનોને સાંત્વના આપવા આવ્યા હતા. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની ઢીંગલીને આર્શીવાદ
રુપી રૂ. 1 લાખ આપ્યા હતા.