ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી, પાટીદારોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી
સુરતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. તો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કરતા ખળભળાટ મચ્યો છે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે.
- સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં
- અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે
- હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. સમય વીતિ ગયા પછી હવે વાતચીતનો કોઈ અર્થ નથી
ચેતન પટેલ/સુરત :સુરતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. તો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કરતા ખળભળાટ મચ્યો છે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે.
વિજય પાનસુરીયાને ટિકિટ ન આપતા ધાર્મિક માલવિયા નારાજ
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ બાકી છે. ગણતરીની મિનિટોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 6 મનપાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થશે. હજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યુ નથી. છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે દોડધામ ચાલી રહી છે. અમદાવાદ-રાજકોટમાં કોંગ્રેસમાં કેટલાક ઉમેદવારો જાહેર ના થતાં કોંગ્રેસના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તો સુરતમાં ચિત્ર સાવ અલગ છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા હવે કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે. કોંગ્રેસે ધાર્મિક માલલિયાને વોર્ડ 3માંથી મેન્ડેટ આપ્યો છે. ત્યારે તેમણે વિજય પાનસુરિયાને ટિકિટ ન આપતા કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો છે. વિજય પાનસુરીયાએ પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી હતી. તેથી કોંગ્રેસથી નારાજ થયેલા ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભર્યું.
અમદાવાદમાં બની વિચિત્ર ઘટના, એક શખ્સ કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઈને રફુચક્કર થયો
કોંગ્રેસ પાટીદારો સાથે અન્યાય કર્યો
ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારોની અવગણના કરી છે તેુ કહેતા પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, વર્ષોથી નિષ્ક્રિય પડેલી કોંગ્રેસને વિધાનસભામાં 82 સીટ જીતાડવામાં મહત્વનો ફાળો આપનાર પાટીદાર સમાજ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો છે. આ અન્યાયને લઈને ધાર્મિક માલવીયા પણ ચૂંટણી નહિ લડે.
સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોઓ ફોર્મ ન ભર્યાં
આવામાં ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી છે તેવુ દેખાઈ રહ્યું છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ દાવો કર્યો કે, સુરતમાં 10થી વધુ ઉમેદવારોએ ફોર્મ નથી ભર્યા. વોર્ડ નંબર 2, 3 અને 5 નાં ઉમેદવારોએ ફોર્મ ન ભર્યું. વોર્ડ નં. 15, 16 અને 17નાં ઉમેદવારોએ ફોર્મ નથી ભર્યાં. કોંગ્રેસના નેતાઓ ઓફિસમાં બેસી કામ કરે છે. ફોર્મ ભરવાનો સમય પૂરો, કોંગ્રેસ હવે શું કરશે? કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલને એકલો સમજે છે.
ફોર્મ ભરવા ઉમેદવારોની દોડાદોડી, વોર્ડ બદલાતા રડી પડ્યા કોંગ્રેસના મહિલા ઉમેદવાર
હાર્દિક પટેલને અમે એકલો નહિ છોડીએ
તો કોંગ્રેસના નેતાઓને અલ્પેશ કથીરિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે કે, કોંગ્રેસના નેતા સુરત આવીને બતાવે. સુરતના નેતાઓનો કોંગ્રેસમાં વિરોધ કરાશે. કોંગ્રેસના બે ફાડિયા પડશે. હાર્દિક પેટલને અમે પાસમાં ગણીએ છીએ. હાર્દિકને અમે એકલો નથી છોડ્યો. હાર્દિકને ક્યારેય અકલો નહીં છોડીએ. સમય વીતિ ગયા પછી હવે વાતચીતનો કોઈ અર્થ નથી.
ટિકિટ ન મળતા દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કર્યો, અપક્ષમાં ફોર્મ ભર્યું
છેલ્લી ઘડીએ નામ જાહેર થતા મોટા ભાગના કોંગ્રેસના ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ કેટલાક ઉમેદવારોએ અનોખી રીતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેમાં રાજકોટમાં વોર્ડ નંબર 3ના ઉમેદવાર અને પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે ગાયત્રીબા વાઘેલાને રોડ-શૉ યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ વોર્ડ નંબર એકનાં મહિલા ઉમેદવાર પારૂલ બારોટે ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીની પ્રિન્ટવાળી સાડી પહેરીને ચૂંટણી પ્રચાર કર્યો. સાથે સુરતના વોર્ડ નંબર 3નાં કોંગ્રેસના ઉમેદવારો બળદ ગાડું લઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યારે સુરતના વોર્ડ નંબર 17ના કોંગ્રેસના ઉમેદવાર તો ટ્રેક્ટર રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આમ વિવિધ રીતે શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને ફોર્મ ભર્યાની સાથે હવે અવનવા પ્રયોગો કરી મતદારોને રિઝવવા પ્રયાસો પણ કરી રહ્યા છે.