ફોર્મ ભરવા ઉમેદવારોની દોડાદોડી, વોર્ડ બદલાતા રડી પડ્યા કોંગ્રેસના મહિલા ઉમેદવાર

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે આખરી સમય છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના સદસ્યો ફોર્મ ભરવા સરકારી કચેરીએ પહોંચી ગયા છે. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરીએ પહોંચ્યા છે. જેને કારણે કચેરીની બહાર ટોળેટોળા જામેલા દેખાઈ રહ્યાં છે. આજે ફોર્મ ભરાઈ જાય બાદ સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તો 9 તારીખ ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે. તો 21 તારીખે મતદાન થશે. 

ફોર્મ ભરવા ઉમેદવારોની દોડાદોડી, વોર્ડ બદલાતા રડી પડ્યા કોંગ્રેસના મહિલા ઉમેદવાર

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે આખરી સમય છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના સદસ્યો ફોર્મ ભરવા સરકારી કચેરીએ પહોંચી ગયા છે. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કચેરીએ પહોંચ્યા છે. જેને કારણે કચેરીની બહાર ટોળેટોળા જામેલા દેખાઈ રહ્યાં છે. આજે ફોર્મ ભરાઈ જાય બાદ સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તો 9 તારીખ ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે. તો 21 તારીખે મતદાન થશે. 

વોર્ડ બદલાતા નારાજ ઉમેદવાર રડી પડ્યા
અમદાવાદમાં મહિલા ઉમેદવાર રડતા રડતા ફોર્મ ભરવા પહોંચ્યા છે. કોંગ્રેસના દરિયાપુરના સીટિંગ કોર્પોરેટર મોના પ્રજાપતિનો વોર્ડ બદલાતા તેઓ પક્ષથી નારાજ થયા હતા. મોના પ્રજાપતિને દરિયાપુરના બદલે શાહપુરથી ટિકિટ આપી હતી. વોર્ડ બદલવામાં આવતા મોના પ્રજાપતિ ફોર્મ ભરવા આવતા સમયે રડી પડ્યા હતા. રડતા રડતા કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમની આ નારાજગી કેમેરામાં કેદ થઈ હતી. 

આ પણ વાંચો : છેલ્લી ઘડીએ કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને ફોન કરીને કહ્યું, તમને ટિકિટ મળી છે, ફોર્મ ભરી દો

ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના માત્ર 2 કલાક બાકી છે અને કોંગ્રેસના અનેક ઉમેદવારો હજુ જાહેર થવાના બાકી છે. અમદાવાદ- રાજકોટમાં કોંગ્રેસે ઘણા ઉમેદવારો નથી કર્યા જાહેર. છેલ્લી ઘડીએ કોંગ્રેસને શું કરવું તે ખબર નથી પડી રહી અને અમદાવાદ-રાજકોટમાં કોંગ્રેસમાં ભઁગાણ પડ્યું છે. અંતિમ દિવસે પણ કોંગ્રેસ અધિકૃત ઉમેદવારોના નામ જાહેર ના કરી શક્યું. આ કારણે કોંગ્રેસ નેતાઓની નેતૃત્વ અને નિર્ણય શક્તિ સામે ઉઠ્યા સવાલ છે. અમદાવાદમાં માત્ર 38 ઉમેદવારોના નામ જ કોંગ્રેસ અધિકૃત જાહેર કરી શકી છે. બાકીના ઉમેદવારોને ફોન કરી ફોર્મ ભરવા જણાવાયું છે. ત્યારે કોંગ્રેસ આવું કરવા મજબૂર બની છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગરની પણ આ જ સ્થિતિ છે. ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર બે કલાક બાકી હોવા છતાં કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ એના ઠેકાણા નથી. કાર્યકરો પણ ઉમેદવાર કોણ એ બાબતથી અજાણ છે. થોભો અને રાહ જોવોની નીતિથી કોંગ્રેસને સંભવિત નુકશાનની ભીતિ દેખાઈ રહી છે. 

સુરતમાં ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન 
તો સુરતમાં ફોર્મ ભરતા સમયે શક્તિ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર બળદ ગાડું લઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો કોંગ્રેસના વોર્ડ નંબર 17ના ઉમેદવાર ટ્રેકટર લઈને ફોર્મ ભરવા નીકળ્યા હતા. 

ભાજપને ઉમેદવારો બદલવો પડ્યો
અમદાવાદના સરદારનગર વોર્ડમાં ભાજપને આજે ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. સરદારનગર વોર્ડમાં મોટા પ્રમાણમાં વિરોધ થતાં લાલચંદ પાનચંદ પંજવાણીને બદલવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ મોડી રાત્રે યુવા મોરચાના કાર્યકર્તા ચંદ્રકાંત મુરલી ખાનચંદાની (સન્ની) ને પાર્ટીએ કોર્પોરેશન માટે લડવા મેન્ડેટ આપ્યું હુતં. ત્યારે આજે તેઓ ફોર્મ ભરશે. છેવટે ભાજપને ધારાસભ્ય અને પાર્ટી આગેવાનોને સ્થાનિક કાર્યકરો સામે ઝુકવું પડ્યું. સ્થાનિક કક્ષાએ વિરોધ હોવાથી ઉમેદવાર બદલવાનો નિણર્ય કરાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news