સુરતઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેનું કારણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ગુજરાતનો પ્રવાસ છે. ધીરેન્દ્ર કૃષ્મ શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ સુરત, અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેવાના છે. ગુજરાતના ત્રણેય મહાનગરોમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમ માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં પણ યોજાવાનો છે. તેમના કાર્યક્રમને લઈને ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં યોજાશે દિવ્ય દરબાર
સુરતના લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી તારીખ 26 અને 27 મેના રોજ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બે લાખથી વધુ લોકો ભેગા થશે તેવો અંદાજ આયોજન સમિતિએ દર્શાવ્યો છે. આજે ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ પડકાર આપનારાઓએ લીધો યુ-ટર્ન, ગુજરાત પ્રવાસ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધીઓ બેકફૂટ


આ અંગે આયોજન સમિતિએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં કાર્યક્રમ અંગેની માહિતી  આપી હતી. લિંબાયતના ધારાસભ્ય અને આયોજન સમિતિના સંગીતા પાટીલએ હતું કે આ દિવ્ય દરબારના કાર્યક્રમમાં બે થી અઢી લાખ લોકો ભેગા થાય તેવો અંદાજ છે.  તે પ્રમાણે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમ  પાર પાડવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  જેમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ 20 બ્લોક બનાવવામાં આવશે. જેમાં ટોટલ 7,20,000 સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવનાર છે. આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરવામાં  આવી છે જેમાં શ્રોતાઓને ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવનાર છે. 


તેમ જ કુલ 6 જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ છે. 100×40 ફૂટનો સ્ટેજ બનાવવામાં આવનાર છે તથા 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. 


આ પણ વાંચોઃ રથયાત્રા પહેલાં મોટો ભાંડાફોડ : અલકાયદા માટે અમદાવાદમાં એકઠું કરાતું ફંડ


કાર્યક્રમ પહેલાં ઉઠ્યા વિરોધના સૂર
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ઘણા લોકો તેમના પર સવાલ ઉઠાવી રહ્યાં છે. અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાંથી ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ પણ કાર્યક્રમને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube