રથયાત્રા પહેલાં મોટો ભાંડાફોડ : અલકાયદા માટે અમદાવાદમાં એકઠું કરાતું ફંડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન

Al-Qaeda Active In Gujarat : રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ રાજ્યમાં સક્રિય અલકાયદા ઈન્ડિયાના આતંકી ષડયંત્રનો કર્યા પર્દાફાશ.... સોજીબ નામના બાંગ્લાદેશની ધરપકડ... વિદેશમાંથી આતંકી ભંડોળ મળ્યું હોવાના પણ હાથ લાગ્યા પુરાવા

રથયાત્રા પહેલાં મોટો ભાંડાફોડ : અલકાયદા માટે અમદાવાદમાં એકઠું કરાતું ફંડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન

Rathyatra 2023 : ગુજરાત પર આતંકી સંગઠનનો ડોળો સળવળી રહ્યો છે. રાજ્યમાં અલકાયદા ઈન્ડિયાના સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. આતંકી સંગઠન વિરુદ્ધ ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સોજીબ નામના બાંગ્લાદેશીની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. તેમજ અન્ય કેટલાક શખ્સો ગુજરાત ATS ની કસ્ટડીમાં છે. આ આતંકીઓ પાસેથી ATSને મળ્યા કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પુરાવા હાથ લાગ્યા છે. આ આતંકી સંગઠન કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ તેઓ બેનકાબ થયા છે. રથયાત્રા પહેલા અલકાયદાના જૂથના લોકોનું પકડાઈ જવું મોટા હુમલા તરફ ઈશારા કરી રહ્યાં છે. આ અંગે ગુજરાત એટીએસના દીપન ભદ્રને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. 

ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના માસ્ટરના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. તેમજ વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. ગુજરાત ATS એ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. 

શું છે અલકાયદા 

  • અલકાયદા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે
  • અલકાયદાની સ્થાપના 1988માં ઓસામા બિન લાદેને કરી હતી
  • દુનિયાભરમાં 600થી વધારે આતંકી હુમલા કરી ચૂક્યું છે અલ કાયદા
  • 2001માં અમેરિકામાં હુમલા પછી ચર્ચામાં આવ્યું સંગઠન
  • અફઘાનિસ્તાનમાં રશિયાની એન્ટ્રી પછી સંગઠન રચાયું
  • અલકાયદામાં 10થી 15,000 આતંકવાદીઓ
  • 60થી 65 દેશોમાં ફેલાયેલું છે સંગઠન
  • અલકાયદા પાસે 150 મિલિયન ડોલર સુધીનું ફંડ
  • આતંકી હુમલા કરવા, આતંકીઓને ટ્રેઈન કરવા ફંડનો ઉપયોગ
  • યુવાઓના માઈન્ડ વોશ માટે સંગઠન કરે છે કેમ્પ

સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો અહી ગાડી પાર્ક ન કરતા, નહિ તો લઈ જશે પોલીસ

દીપન ભદ્રને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા (A)ના સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદેશી ઈસમોને ગુજરાત એ.ટી.એસ. ની ટીમે પકડી પાડ્યાછે. ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિતી મળી હતી કે, બાંગ્લાદેશી નાગરિકો સોજાબમીયાં, આકાશખાન, મુન્નાખાન તથા અબ્દુલ લતિફ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વિસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા પ્રેરીત કરે છે. તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવી છે.

આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્લાના ખુદરો ગામનો રહેવાસી છે. મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલીના બાંગ્લાદેશમાં તેના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બન્યો હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો, જેણે સૌજીબને AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પરિચય AQ સંસ્થાના બાંગ્લાદેશના મ્યુમનસિંહ જીલ્લા પ્રમુખ શાયબા નામના ઈસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે કામ કરતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news