સુરતની ધોરી નસ જેવા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમશે, કમિશ્નર સાથે બેઠક બાદ નિર્ણય
સુરતમાં આજે તંત્ર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે. આજે મનપા કમિશ્નર દ્વારા ઉદ્યોગપતિઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગ ચાલુ કરવા અંગે ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી અથવા યુનિટો ફરી એકવાર ધમધમશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જો કે કોઇ પણ વ્યક્તિ કામ માટે આવી શકશે નહી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની દુકાનો પણ એકી અને બેકી તારીખે મંજૂરી આપવામાં આવી છે.
સુરત : સુરતમાં આજે તંત્ર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે. આજે મનપા કમિશ્નર દ્વારા ઉદ્યોગપતિઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગ ચાલુ કરવા અંગે ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી અથવા યુનિટો ફરી એકવાર ધમધમશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જો કે કોઇ પણ વ્યક્તિ કામ માટે આવી શકશે નહી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની દુકાનો પણ એકી અને બેકી તારીખે મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં બસોનું સંચાલન શરૂ, આ નિયમો અને શરતો રહેશે લાગું
જો કે ડાયમંડ અને વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રીઝ રોજ ચાલુ રહેશે. તેમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકાશે. કોરોના અંગે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આજથી સુરત ફરી ધમધમતુ થશે. તંત્ર દ્વારા નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉદ્યોગો ફરી એકવાર ચાલુ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે. જો કે આ તમામ ઉદ્યોગોએ કેવી સાવચેતીઓ રાખવી, ફેક્ટરીની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની તકેદારી રાખવી પડશે.
ગુજરાત: લોકડાઉનમાં છુટછાટનું પરિણામ દેખાયું, 395 નવા કેસથી તંત્રમાં હડકંપ
ડાયમંડ, વિવિંગ અને પાવર ઇન્ડસ્ટ્રી દરરોજ ચાલુ રહેશે પણ તેમાં 50 ટકા સ્ટાફની હાજરી સાથે યુનિટ ચાલુ રાખી શકાશે. સુરતમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ખાનગી ઓફીસ ખોલી શકાશે. જ્યારે રેડ ઝોનમાં ખાનગી ઓફીસ ખુલ્લી રાખી શકાશે નહી. સુરતમાં વિવિધ જગ્યાએ કામ કરતા 65 વર્ષથી ઉપરના લોકો અને બીજી કોઇ ગંભીર બિમારીઓ હોય તેવા લોકોને પણ ઘરે જ રહેવા માટે સુચના અપાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર